મોરબી શહેરની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ તથા ઓસેમ સ્કુલખાતે રોટરી ક્લબ-મોરબી દ્વારા CPR ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

મોરબી શહેરની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ તથા ઓસેમ સ્કુલખાતે રોટરી ક્લબ-મોરબી દ્વારા CPR ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

પ્રવર્તમાન સમયે યુવાનો તથા વડીલોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે કાર્ડીયાક અરેસ્ટ ની શરૂઆતની ક્ષણો દર્દી નું જીવન બચાવવા માટે ખુબ જ મહત્વ ની રહે છે. જ્યાં સુધી મેડિકલ ટ્રીટમેન્ટ ન મળે ત્યાં સુધી CPR દ્વારા કાર્ડીયાક અરેસ્ટ ના દર્દીઓને નવજીવન અર્પી શકાય છે. વિદ્યાર્થીઓ CPR બાબતે જાગૃત થાય તેમજ તેની માહિતી લોકો સુધી પહોંચે તે હેતુસર રોટરી ક્લબ-મોરબી દ્વારા વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ પ્રદાન કરતી શહેર ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ તથા ઓસેમ સ્કુલ ખાતે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં વિદ્યાર્થીઓને કાર્ડીયાક અરેસ્ટ તેમજ CPR વિશે માહિતી તેમજ CPR ના નિદર્શન દ્વારા સમજણ આપવા માં આવી હતી. આ તકે રોટરી ક્લબ-મોરબી ના પ્રમુખ સોનલબેન શાહ, સ્વાતીબેન પોરીયા, નીલાબેન ચનીયારા, હરીશભાઈ શેઠ, અશોકભાઈ મેહતા, મોરબી સિવિલ હોસ્પીટલ ના તબિબ ડો.અક્ષય ટાંક, ડો. હર્શીલ શાહ, ઓમવીવીઆઈએમ કોલેજ ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, ઓસેમ સ્કુલ ના પ્રિન્સિપાલ સના મેડમ સહીત ના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ તથા ઓસેમ સ્કુલ દ્વારા રોટરી ક્લબ-મોરબી તેમજ ઉપસ્થિત તબિબો નું મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.


લોક જાગૃતિ ના ભગીરથ કાર્ય બદલ મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ તથા ઓસેમ સ્કુલ ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, ઓમવીવીઆઈએમ કોલેજ ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, ઓસેમ સ્કુલ ના પ્રિન્સિપાલ સના મેડમ સહીતનાઓએ રોટરી ક્લબ-મોરબી ના તમામ હોદેદારોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here