
શાબાશ..ટ્રાફિક પોલીસ….મોરબી ટ્રાફીક પોલીસે વીખુટા પડેલ ત્રણ વર્ષના બાળકને તેના માતાપિતા સાથે ભેટો કરાવ્યો
મોરબી નગર દરવાજા ચોકમા ટ્રાફિક ચોકી નજીક ત્રણેક વર્ષનો માશુમ બાળકને એકલા રડતા જોઈને ટ્રાફિક પોલીસે પુછતાછ કરતા બાળક પોતાના માતાપિતાથી વીખુટા પડી ગયો હોવાનુ માલુમ પડતા આ બાબતે ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીની સૂચના મુજબ ટ્રાફિક પીએસઆઈ ડી.બી .ઠકકર તેમજ કોન્સ્ટેબલ ભાનુભાઈ આહિર અને ટ્રાફિક બ્રીગેડના ફયાજખાન પઠાણ તેમજ સ્થાનિકના મહંમદશાહ દ્વારા નાસ્તા ગલીની આજુબાજુ તપાસ કરેલ ત્યારબાદ બાળકના વાલી આવતા ખરાઈ કરી કરી તેમને તેમનું બાળક પરત કરી સરાહનીય કામગીરી કરી હતી