મોરબીમાં હનુમાનજી મહારાજના જન્મજયંતિની અનોખી ઉજવણી કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મોરબીમાં હનુમાનજી મહારાજના જન્મજયંતિની અનોખી ઉજવણી કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

ગઇકાલે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા હનુમાનજી મહારાજના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ગઈકાલે હનુમાનજી મહારાજની જન્મજયંતી નિમિતે મોરબીના જેલ રોડ પર આવેલ ઝુંપડપટ્ટી તથા અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પફ તથા ગુંદી અને ટોપરાપાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જયશ્રીબેન, જાગૃતિબેન અને રેખાબેન સહિતની બહેનો જોડાઈ હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here