
મોરબીની પ્રાઈવેટ સ્કુલોમા લધુમતિ સમાજના બાળકોના એડમીશન આપવા મતભેદથી વાલીઓમા રોષ ફેલાયો હોવાની લોકચર્ચા
મોરબીની પ્રાઈવેટ સ્કુલોમા એડમીશન ઓપન હોવા છતા મુસ્લીમ સમાજના બાળકોના અભ્યાસ માટે શાળામા જગ્યા નથી તેવા જવાબોથી વાલીઓ રોષે ભરાયા હોવાની ચર્ચા જાગી છે
મોરબીમા પ્રાઈવેટ સ્કુલોનો રાફડો ફાટી નીકળ્યો હોવા છતા તાજેતરમા સ્કુલો દ્રારા અભ્યાસ માટે એડમીશન ઓપન ની મસમોટી જાહેરાતો કરવામા આવે છે અને વાલીઓ દ્રારા ફોન પર એડમીશન માટે કહેતા સ્કુલમા જગ્યા ખાલી છે તેવા જવાબ આપ્યા પછી જયારે રુબરુ શાળામા બાળકોનુ એડમીશન લેવા જતા લધુમતિ સમાજ મુસ્લીમ સમાજના બાળકનુ નામ આવતા જ જાણે મુસ્લીમ સમાજના બાળકોથી સુગ હોય તેમ તુરંત વાલીઓને એડમીશન આપવાની ના પાડી દેતા હોવાની લોક ફરીયાદ સાથે ચર્ચા જાગી હતી
ત્યારે મોરબીની અમુક શાળાઓમા મતભેદ અને જ્ઞાતિવાદ ચાલતા હોવાની વાલીઓમા લોકચર્ચા ફેલાતા આ બાબતે જીલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ સચિવને લૈખિત ફરીયાદ કરવા વાલીમા ચર્ચા જાગી હતી