
મોરબીમા કુદરતી આફતીથી બચ્ચાને બચાવવા ટ્રેકટરના ડ્રાઈવર સીટ નીચે બુલબુલે ઈંડા આપી બચ્ચાનો ઉછેર કર્યો જીવદયાપ્રેમી હસમુખભાઈ પ્રજાપતિએ માનવતા મહેકાવી

બુલબુલે ઈંટના ભઠ્ઠામા ચાલતા ટ્રેકટરમા ઈંડા મુકતા જીવદયા પ્રેમી હસમુખભાઈ પ્રજાપતિએ પોતાનુ ટ્રેકટર સાઈડમા મુકી ભાડેથી ટ્રેકટર રાખી ધંધો ચાલુ રાખી માનવતા મહેકાવી હતી
મોરબીના વાવડીરોડ રવિપાર્કમા રહેતા હસમુખભાઈ મોહનભાઈ પ્રજાપતિ ધુટુરોડ પર ઈંટોના ભઠ્ઠામા ઈંટો પકાવી ધરનુ ગુજરાન ચલાવે છે ત્યારે અજાણતા ઈંટોનો ફેરો ભરીને પોતાના ધરે ટ્રેકટર રાખી દીધુ તે રાત્રી દરમ્યાન બે સફેદ બુલબુલે ઈટોના ભઠ્ઠામા કામ કરતા મજુરો પાસે આવી આખીરાત બુલબુલે બુમાબુમ કરી અને સવારે હસમુખભાઈ પ્રજાપતિ ટ્રેકટર લઈને આવ્યા ત્યારે તુરંત જ બને બુલબુલ ટ્રેકટરની ડ્રાઈવર સીટ નીચે ધુસી ગઈ અને અવાઝ બંધ થઈ જતા ઈંટોના ભઠ્ઠામા કામ કરતા સુનીલભાઈ રાઠોડે જોયુ તો ડ્રાઈવર સીટ નીચે માળામા બુલબુલના બે બચ્ચા અને એક ઈંડુ હતુ ત્યારે કુદરતી વાવાઝોડા અને પવનથી પોતાના બચ્ચાને સુરક્ષિત રાખવા ટ્રેકટરમા માળો બનાવ્યો હોવાથી આ બાબતની જાણ માલીકને કરતા જીવદયા પ્રેમી હસમુખભાઈ પ્રજાપતિએ નિર્ણય લીધો કે જયા સુધી બુલબુલના બચ્ચા ઉડવા લાયક થાય ત્યા સુધી પોતાનુ ટ્રેકટર સાઈડમા મુકી ભાડેથી ટ્રેકટર મંગાવી ઈંટોનો વેપાર કરશે આવા વિચાર ધરાવતા જીવદયા પ્રેમીથી લોકોને માનવતાનો સંદેશ પાઠવ્યો હતો
