
માળીયા મિંયાણાના દેરાળા સરવડ રોડ પર બાઈક અને કાર અકસ્માતમા માતપુત્રના મોત
માળીયા મિંયાણાના જુના દેરાળા સરવડ રોડ પર બાઈક અને અરટીકાકાર વચ્ચે ગંભીર અકસ્માતમા બાઈકના ચાલક શાહનવાઝ જાકીરહુશેન ખોરમ અને ફરજાનાબેન જાકીર હુશેન ખોરમ બને માતાપુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા મોત નિપજ્યા હતા જેમા મૃતક શાહનવાઝ ખોરમ સિપાઈને પી.એમ માટે મોરબીની હોસ્પીટલ અને મૃતકની માતા ફરજાનાબેન ખોરમને પીએમ માટે માળીયા મિંયાણાની રેફરલ હોસ્પીટલમા ખસેડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી