
મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો વિદેશીદારૂ કીમત.રૂ.૬૬,૬૭,૭૩૫/- ના મુદ્દામાલનો નાશ કરતી વાંકાનેર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા રાજકોટ રેન્જમા પોલીસ સ્ટેશનમા પડેલ મુદ્દામાલનો નિકાલ કરવા અંગેની ડ્રાઈવ આપેલ હોય તે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા-મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ સારડા વાંકાનેર વિભાગ વાંકાનેર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય ઇંગ્લીશદારૂના અલગ-અલગ કુલ-૩૩ ગુન્હાઓમાં પકડાયેલ મુદ્દામાલ જેમા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૭૩૫ કી.રૂ.૨,૧૫,૨૯૫/- તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૪૮૭૦ તથા બીયર ટીન નંગ-૭૦૯૬ જેની કી.રૂ.૬૪,૫૨,૪૪૦/- નો વિદેશી
દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા તા.૧૭/૦૮/૨૦૨૪ના રોજ વાંકાનેર ચોટીલા ને.હા પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરથ પાસે આવેલ જુના પડતર ડામરરોડ ખાતે બન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયરટીન મળી કુલ નંગ-૧૨૭૦૧ કી.રૂ.૬૬,૬૭,૭૩૫/- ની કીંમતનો વિદેશી દારૂ સબ ડીવીજન મેજીસ્ટ્રેટશ્રી વાંકાનેર એસ.એમ ગઢવી તથાનાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેર વિભાગ વાંકાનેર એસ.એચ સારડા તથા નશાબંધી અધિકારી વિભાગ-રાજકોટ સબ ઇન્સ્પેક્ટર એસ.સી વાળા તથા ઈ/યા નાયબ મામલતદારશ્રી બી એસ પટેલ તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એચ.વી ઘેલા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી એલ.એ ભરગા તથા બે પંચો તથા સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં રોલર ફેરવી વિદેશી દારુ બીયરનો નાશ કર્યો હતો