
મોરબી લાલપર નજીક સિરામિક કારખાનામા સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમા દોઢ કરોડથી વધુના ઈંગલીશ દારુના ગુન્હામા સંડોવાયેલ બે આરોપીના શરતી જામીન મંજુર
કોર્ટમા ચાર્જશીટ રજુ થયા બાદ આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી નટવરલાલ વીડજા અને રાજુ હનીફભાઈ આગરીયાના શરતી જામીન નામદાર કોર્ટે મંજૂર કર્યા હતા
મોરબીના લાલપર નજીક કારખાનામા સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડતા દોઢ કરોડથી વધુનો ઈંગલીશ દારુનો જથ્થો પકડી પાડી આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો જેમા ૬૧૧૫૨ નંગ ઈંગલીંશ દારુની કિમત ૧.૫૧.૧૦.૩૪૦ સહિત મુદામાલ મળીને કુલ ૨.૨૦.૯૩૪૪૦ નો મુદામાલ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
ત્યારબાદ ચાર્જશીટ નામદાર કોર્ટમા રજુ કરાતા આરોપી નંબર ૨ રવિન્દ્ર ઉર્ફે રવી નટવરલાલ વીડજા અને આરોપી નંબર ૫ સફવન ઉર્ફે રાજુ હનીફભાઈ આગરીયાએ મોરબીના ધારાશાસ્ત્રી એ એચ.મકવાણા અને એચ.એ.કટીયા મારફતે નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમા જામીન અરજી દાખલ કરી નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરી દલીલ કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓને શરતી જામીન પર મૂકત કરવા હુકમ કર્યો હતા આ જામીન અરજીમા આરોપીના વકીલ તરીકે એ.એચ. મકવાણા તથા જુનીયર એડવોકેટ એચ. એ. કટીયા જોડાયેલા હતા