
મોરબી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ચિત્રકુટ એવોર્ડનું શ્રેષ્ઠ સન્માન મળતા જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્રારા સન્માનિત કરાયા
મોરબી સભારાવાડી પ્રાથમિકશાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાની સારી ઉત્કૃષ્ટ કામગીરીથી ચિત્રકુટ એવોર્ડ એનાયત થતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરચર, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ, માળિયા તા.પ્રા.શિ.અ. ડૉ. શર્મિલાબેન હુમલ, કે.નિ. વડાલીયા, ટંકારા તા.પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, મોરબી જી.પ્રા.શિ. સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા, તેમજ નાગડાવાસ ગામના સરપંચ સુખાભાઈ ડાંગર સહિત બહોળી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા