
મોરબી વાવડીરોડ પર શ્રીજીપાર્ક સોસાયટીમા ડીલીવરી બાદ શ્ર્વાન માતાનુ મૃત્યુ થતા પાંચ નવજાત બચ્ચાને નવજીવન આપી મુસ્લીમ યુવાનોએ માનવતા મહેકાવી જીવદયા પ્રેમીનો સંદેશ પાઠવ્યો
શ્ર્વાન માતાનુ ડીલીવરી બાદ મૃત્યુ થતા પાંચ નવજાત બચ્ચાએ માતાની છત્રછાયા ગુમાવતા મુસ્લીમ યુવાન બિલાલ પીલુડીયાએ સેવા ચાકરી કરવાનુ બીડુ ઉઠાવ્યુ
મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક સોસાયટીમા બંધ મકાનમા શ્ર્વાન માતાએ પાંચ બચ્ચાને જન્મ આપ્યા બાદ માતાનુ મૃત્યુ થતા પાંચ નવજાત બચ્ચાએ માતાની છત્રછાયા ગુમાવી હતી ત્યારે બચ્ચા ભુખ્યા થતા રાડારાડી પાડતા તપાસ કરતા તેની શ્ર્વાન માતા મૃત્યુ પામી હોવાનુ જાણવા મળતા શ્રીજીપાર્ક સોસાયટીમા રહેતા મુસ્લીમ યુવાન બિલાલ ફરીદભાઈ પીલુડીયાએ નવજાત બચ્ચાઓને ઈંજેકશનની મદદથી દુધ પીવડાવી બચ્ચાની સેવા ચાકરી કરી ઉછેરવાનુ બીડુ ઉપાડી માનવતા સાથે જીવદયા પ્રેમીનુ ઉદાહરણ પુરુ પાડયુ હતુ
આ બનાવ બનતા શ્રીજીપાર્ક સોસાયટીમા રહેતા કાદરભાઈ ખત્રી સુલતાનભાઈ પરમાર અને બિલાલભાઈ પીલુડીયા સહિતના મુસ્લીમ યુવાનો એકત્ર થયા હતા અને માતા વગરના નવજાત બચ્ચાને ઉછેરી નવજીવન આપવાની જવાબદારી સ્વીકારી માનવતાનો સંદેશ પાઠવ્યો હતો