
મોરબીમા સિંધીસમાજ દ્રારા શ્રીગુરુનાનક જન્મજયંતિની વાજતે ગાજતે ઉજવણી અશોકભાઈ તુલસીયાણીએ ફટાકડાની રમઝટ બોલાવી શોભાયાત્રાનુ સ્વાગત કર્યુ
મોરબી સિંધીસમાજ દ્વારા શ્રીગુરુ નાનક જન્મ જયંતી નિમિતે સિંધુભવન ખાતે ધાર્મિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંજે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી આ શોભાયાત્રા મોરબી શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી જેમા પ્રકાશ ડેરી પાસે અશોકભાઈ તુલસીયાણી દ્રારા અડધા કલાક સુધી ફટાકડાની રમઝટ બોલાવી શોભાયાત્રાનુ સ્વાગત કર્યુ હતુ
મોરબીના તમામ સિંધીસમાજ દ્વારા શ્રી ગુરુનાનક જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્ટેશન રોડ પર આવેલ શ્રીગુરુ નાનક દરબાર સિંધુભવન ખાતે સવારે નિતનેમ, આશાદીવાર અને કીર્તન યોજાયા હતા બાદમાં અખંડ પાઠ સાહેબની સમાપ્તિ ઉપરાંત સિંધીસમાજના ભાઈઓ અને બહેનોએ શ્રીગુરુ નાનકના દર્શન કર્યા હતા અને બપોરે લંગર પ્રસાદનો લાભ લીધો હતો સાંજે ભવ્ય નગર કીર્તન (શોભાયાત્રા) યોજાઈ હતી જે શોભાયાત્રા શ્રીગુરુ નાનક દરબાર સિંધુ ભવનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ નગર કીર્તનનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા પ્રકાશ ડેરી પાસે અશોકભાઈ તુલસીયાણી અને તુલસીયાણી પરીવાર દ્રારા અડધો કલાક સુધી ફટાકડાની રમઝટ બોલાવી શોભાયાત્રાનુ સ્વાગત કરાયુ હતુ આ શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા