માળીયા મિંયાણા નામદાર કોર્ટે જયદીપ એન્ડ કંપનીના માલિકો તથા કર્મચારીઓને રાયોટીંગ મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકીના ગુન્હામાં સજા હાથે દંડ ફટકાર્યો

માળીયા મિંયાણા નામદાર કોર્ટે જયદીપ એન્ડ કંપનીના માલિકો તથા કર્મચારીઓને રાયોટીંગ મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકીના ગુન્હામાં સજા હાથે દંડ ફટકાર્યો

માળીયા મિયાણા નામદાર જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં ચાલતા ફોજદારી કેસ નં ૧૫૯/૧૧ ના કામમાં નામદાર જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબે તારીખ ૨૧/૧૨/૨૪ ના રોજ ચુકાદો પ્રોબેશનનો લાભ આપી સજા સાથે દંડ આપી છોડી મુકવાનો હુકમ

ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓએ તારીખ ૦૪/૦૫/૨૦૧૧ ના રોજ કલાક ૯:૩૦ વાગ્યે લવણપુર રેલવે સ્ટેશન પર આ કામના આરોપી નં ૨ અશ્વીનસિંહ ઉદયસિંહ જાડેજાએ આ કામમાં ફરિયાદી સુરેશભાઈ પરશુરામપુરીયાને ઢીકા, પાટુ અને લાફા નો માર મારેલ તથા આરોપી દિલાવરસિંહ ઉર્ફે દિલુભા ઉદયસિંહ જાડેજા રહે : મોટા દહીંસરા તાલુકો માળીયા મિંયાણા આ કામના ફરિયાદીના દીકરા દિનેશભાઈ પરશુરામપુરીયાને માર મારેલ તેમજ બાદમાં આ કામના ફરિયાદી તથા આરોપીઓ રેલવેની હદનો નકશો જોતા હતા આ દરમિયાન આ કામના જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઈ ઉદયસિંહ જાડેજા રહે: મોરબી તથા અન્ય આરોપીઓ સુરેશભાઈ ઠાકરશીભાઈ પટેલ રહે: રાજકોટ, ધર્મેન્દ્રસિંહ ટેમુભા જાડેજા, રહે; મોરબી તથા જગદીશભાઈ વાલજીભાઇ પટેલ, રહે: મોટા દહીંસરા, તાલુકો માળીયા (મિં) જિલ્લો મોરબી બધા ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચી ફોર-વ્હીલ ગાડીમાં ધોકા તથા પાઇપ જેવા હથિયારો લઇ આવી આ કામના ફરિયાદી તથા ફરિયાદીના દીકરા પર હુમલો કરી પાઇપ તથા ધોકાથી માર મારી ફરિયાદીને સાથળના ભાગે તથા હાથની આંગળીઓમાં ઈજાઓ કરેલ તેમજ ફરિયાદીના પુત્રને શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજાઓ કરેલ અને તમામ આરોપીઓ ભેગા મળી ઉશ્કેરાટ કરી હુમલો કરી, માર મારી, મારી નાખવાની ધમકી આપેલ આમ આ કામના આરોપીઓ ભેગા મળી પોતાના સામાન્ય હેતુ પાર પાડવા ગેરકાયદેસર મંડળી બનાવી હથિયારો લઇ આવી ફરિયાદી તથા ફરિયાદીના પુત્ર પર હુમલો કરી ઈજાઓ કરી ઈ. પી. કો. કલમ – ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જાહેરમાં ધોકા તથા લોખંડના પાઇપ જેવા હથિયાર રાખી જીલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના હુકમનામાનો ભંગ કરી બોમ્બે પોલીસ એક્ટની કલામ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર ગુન્હો કરેલ જે અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી સુરેશભાઈ પરશુરામપુરીયા મારફતે ફરિયાદ કરવામાં આવતા કરવામાં આવતા રેલવે પોલીસે ફર્સ્ટ ગુ. રજી. નં.૧૨/૧૧ થી નોંધવામાં આવેલ તેમજ તપાસ કરનાર અમલદારે સદર કામે ફરિયાદ કોગ્નીઝેબલ ગુન્હાની હોય ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ-૧૫૬ અન્વયે તેઓને તપાસ કરવાની સત્તા હોય તપાસના કામે આરોપીઓ મળી આવતા તેઓની અટક કરી તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો હોય તે મુજબ નામદાર અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવી હતી

ત્યારબાદ સદરહુ કેસ ચાલી જતા ફરિયાદ પક્ષ તરફથી કુલ ૧૬ સાહેદો દસ્તાવેજી પુરાવા ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતા માળિયાના મહે, જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ સાહેબશ્રીએ તારીખ ૨૧/૧૨/૨૦૨૪ ના રોજ ઈ. પી. કો. કલમ ૩૨૩, ૧૪૩, ૧૪૭ સાથે વંચાણે લેતા ૧૪૯ મુજબના શિક્ષાને પાત્ર ગુન્હામાં આરોપીઓને તકસીરવાન ઠરાવી સજા કરવામાં આવેલ.

આ કામમાં આરોપી (૧) જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઈ ઉદયસિંહ જાડેજા, (૨) અશ્વીનસિંહ ઉદયસિંહ જાડેજા. (૩) સુરેશભાઈ ઠાકરશીભાઈ પટેલ, (૪) ધર્મેન્દ્રસિંહ ટેમુભા જાડેજા, (૫) જગદીશભાઈ વાલજીભાઇ પટેલ તથા (૬) દિલાવરસિંહ ઉર્ફે દિલુભા જાડેજાનાઓને ક્રિમિનલ પ્રો. કોડની કલમ-૨૪૮(૨) અન્વયે તેમની સામેના ઈ. પી. કો. કલમ ૩૨૩ તથા સાથે વંચાણે લેતા કલમ-૧૧૪ મુજબના શિક્ષણ પાત્ર ગુન્હામાં કસૂરવાર ઠેરવી ૬ માસની સાદી કેદની સજા તથા પ્રત્યેક આરોપીઓને રૂ. ૧૦૦૦/- નો દંડ કરવામાં આવેલ છે તેમજ ઈ. પી. કો. કલમ ૧૪૩ તથા સાથે વંચાણે લેતા કલમ -૧૪૯ મુજબના ગુન્હા મુજબના શિક્ષાપત્ર ગુન્હામાં કાસુરવાન ઠેરવી એક માસની સાદી કેસની સજા તથા પ્રત્યેક આરોપીઓને દંડની રકમ ન ભરેતો ૩૦ દિવસની વધુ સાદી કેદ ની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ છે તેમજ ઈ. પી. કો. કલમ ૧૪૭ તથા સાથે વંચાણે લેતા ૧૪૯ મુજબના શિક્ષાપત્ર ગુન્હામાં કસુરવાન ઠેરવી ૬ માસની કેદની સજા તથા પ્રત્યેક આરોપીઓને રૂ. ૧૦૦૦/- નો દંડ કરવામાં આવેલ છે જો દંડની રકમ ન ભારે તો વધુ ૩૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ એમ. એલ. પંડ્યા એ દલીલો કરી અને ત્યારે મૂળ ફરિયાદીના વકીલ તરીકે માધુરીબેન જે. સોઢા હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here