
મોરબીમા શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજ પટેલ કન્યા છાત્રાલયમા અભ્યાસ કરતી ૭૫ વિધાર્થીનીઓએ ન્યાય મંદિરની મુલાકાત લીધી
મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાત દરમ્યાન બાર એશોસિયેશનના ધારાશાસ્ત્રીઓ પાસેથી કાયદાનુ જ્ઞાન મેળવ્યુ
મોરબીમા આવેલ શ્રીમતી આર.ઓ.પટેલ કોલેજમા ટી.વાય.બી.કોમમા અભ્યાસ કરતી ૭૫ વિધાર્થીઓએ ન્યાય મંદિર મોરબીની મુલાકાત લીધી જેમા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાત લીધી તેમજ મોરબી બાર એશોસિયેશનના પ્રમુખશ્રી સી.પી.સોરીયા ઉપપ્રમુખશ્રી જીતેન અગેચણીયા સહિતના ધારાશાસ્ત્રીઓએ વિધાર્થીનીઓને કાયદાની તાલીમ આપી કાયદાના જ્ઞાન વિશે સમજણ આપી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના અધ્યાપકશ્રી પરમાર ચંદ્રેશસરે ભારે જહેમત ઉઠાવી હતી