મોરબીના લીલાપર રોડ પરથી ઈંગલીશ દારૂ બોટલ નંગ-૩૬૮ કિમત.રૂ.૨,૦૬,૮૧૬/- ના જથ્થો એ ડીવીઝન પોલીસે પકડી પાડયો

મોરબીના લીલાપર રોડ પરથી ઈંગલીશ દારૂ બોટલ નંગ-૩૬૮ કિમત.રૂ.૨,૦૬,૮૧૬/- ના જથ્થો એ ડીવીઝન પોલીસે પકડી પાડયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલાનના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર આર.એસ.પટેલનાઓ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીગ મા હોય દરમ્યાન એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.હેડકોન્સટેબલ હિતેષભાઇ ચાવડા તથા પોલીસ કોન્સટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે (૧)મોમભાઇ પરબતભાઇ સાવધાર તથા (૨) હિરાભાઇ પરબતભાઇ સાવધાર રહે.બંને મોરબી લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમા ઈગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે હકિકત આધારે રેઈડ કરતા મકાને કોઇ ઇસમ હાજર મળી આવેલ નહી તેમજ મકાનમાથી ઇગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૩૬૮ કિ.રૂ.૨,૦૬,૮૧૬/-ના મુદામાલ મળી આવતા તેમજ આરોપીઓ રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા મજકુર ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમા આરોપી મોમભાઇ પરબતભાઇ સાવધાર અને હીરાભાઈ પરબતભાઈ સાવધરના કબજાના મકાનમાથી (૧) મેકડોવેલ્સ નં.૧ ડીલકસ વ્હીસ્કી ની સીલબંધ બોટલ નંગ.૩૬૮ કિ.રૂ.૨,૦,૬૮૧૬/-નો મુદામાલ કબ્જે કર્યો હતો અને બને આરોપીઓને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી

આ કામગીરમા આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ રાજદીપસિંહ તથા એ.એસ.આઇ કિશોરભાઇ મિયાત્રા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડકોન્સટેબલ હિતેષભાઇ ચાવડા તથા પોલીસ.કોન્સટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ગરીયા તથા કપીલભાઇ ગુર્જર તથા જયદીપભાઇ ગઢવી કામગીરીમા જોડાયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here