
મોરબી વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે રહેતા રહીશોને ખોટી રીતે બદનામ કરતા ન્યુઝ પ્રસિદ્ધ કરાતા રહીશો લાલઘુમ
મોરબી વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીના ખુણે રહેતા રહીશોને ખોટી રીતે બદનામ કરતા ન્યુઝ પ્રસિદ્ધ કરાતા કરાઈ રજુઆત જે રજૂઆતમાં જણાવ્યું છેકે અહીંના સ્થાનિક રહીશો ગેરકાયદેસર દબાણ કરીને દારૂના ધંધા કરી રહ્યા હોય તથા માથાભારે શખ્સ હોય તે બાબતે સંદેશ ન્યુઝ પેપરમાં તા.૦૭/૦૨/૨૦૨પ અને મોરબી અપડેટ ન્યુઝમાં તા.૦૬/૦૨/૨૦૨૫માં આપેલ ખોટા સમાચાર અંગે અમારો અભિપ્રાય રજૂ આપવા બાબત અમો અરજદારો તથા દસ આસામીઓ ૫૦ વર્ષથી અને અમો અરજદાર હૈદરભાઈ રાઘુભાઈ કાજેડીયા (મુખી) છેલ્લા ૧૪ વર્ષથી ઉપરોક્ત સ્થળે રહીએ છીએ તેમજ અમારા તમામના લાઈટબીલ વેરાબીલ રેશનકાર્ડ હોય અમો તમામ મજૂરી કામ કરીને અમારા પેટનું ગુજરાન ચલાવીએ છીએ ત્યારે અમો બધા અરજદારો કોઈ ગેરકાનુની કામ કરતા નથી કે કોઈ દારૂના ધંધા પણ કરતા નથી જો આવું કામ કરતા હોય તો અમારા વિરૂદ્ધ પોલીસ ગુન્હો દાખલ થયેલ હોય તેવો આજદીન સુધી કોઈ ગુન્હો દાખલ થયેલ નથી જો હોય તો આપ સાહેબ પોલીસ રેકર્ડ તપાસ કરીને રજુ કરી શકો છો જેથી અમારા વિરૂદ્ધ ખોટી અફવા ન્યુઝ પેપર મારફતે આપીને અમને બદનામ કરતા ન્યુઝ મોરબી અપડેટમાં આપીને અમારૂ દિલ દુભાવેલ હોય અને અમારી ખોટી રીતે બદનામી કરવાનો પ્રયત્ન કરેલ હોય અમો ઘર પરિવાર વાળા હોય અમારી બેન-દીકરીઓ હોય જો આવી ખોટી રીતે અમોને બદનામ કરવામાં આવે તો અમારા બેન-દિકરીના લગ્ન પ્રસંગમાં તકલીફ પડે તેમ હોય અને અમારી આવી ખોટી છાપો ઉભી કરીને અમોને આર્થિક તેમજ સામાજીક રીતે નુકશાન પહોંચાડેલ હોય અમો બધા જ અરજદારો અલગ-અલગ જ્ઞાતીના હોય અને સંપીને ભાઈચારાથી રહેતા હોય અને અમારા પેટનું ગુજરાન ચલાવતા હોય ભાગ્યલક્ષ્મી સોસાયટીના અમુક અવારા તત્વો અમોને બદનામ કરવા માટે આવી અરજીઓ પહેલા પણ કરેલી હતી અને ફરી વખત સંદેશ ન્યુઝ પેપર અને મોરબી અપડેટ તેમજ મોરબી નગરપાલીકામાં પણ અરજી આપીને અમોને બદનામ કરેલ છે જેથી અમને મોરબી મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપેલ તેમજ અમને ખોટી રીતે ન્યુઝ દ્વારા ચિત્રીને બદનામ કરતા અમોને યોગ્ય ન્યાય અપાવવા રજુઆત કરી છીએ