મોરબીમા રમજાનના પવિત્રમાસ દરમ્યાન રોઝેદારો માટે ઠેર ઠેર રાહતભાવે ભજીયા અને ફ્રુટનુ વિતરણ કરવામા આવી રહયુ છે
રમજાનના પવિત્ર મહિનામા ગરીબવર્ગના રોઝેદારો લાભ લઈ શકે તેવા હેતુથી ફ્રુટ ભજીયા સહિતની અવનવી વાગનીઓનુ વિતરણ કરી સેવાભાવીઓ દ્રારા સેવા કરવામા આવી રહી છે
તાજેતરમા રમજાનનો પવિત્રમાસ ચાલુ છે ત્યારે મુસ્લીમ બીરાદરો દ્રારા આ પવિત્ર મહિનામા ખુદાની બંદગી કરવામા આવે છે વહેલી સવારે ઉઠીને મુસ્લીમ પરીવારો રોઝા રાખે છે અને નમાઝ અદા કરી સાંજે રોઝા ખોલવામા આવે છે ત્યારે નાના અને ગરીબવર્ગના લોકોને રોઝા ખોલવામા સગવડ મળી રહે તેવા હેતુથી મોરબી વાંકાનેર દરવાજા પાસે એકતા ગૃપ શબીલ કમીટી દ્રારા સ્વાદિષ્ટ ભજીયાનુ છેલ્લા નવ વર્ષથી વિતરણ કરવામા આવે છે તેમજ તેની બાજુમા સેવાભાવીઓ દ્રારા તરબુચ સફરજન કેળા લીંબુ સાકરટેટી સહિતના ફ્રુટનુ હોલસેલ રાહતદરે વિતરણ કરવામા આવે છે તેમજ મતવાચોક કાલીકાપ્લોટ અયોધ્યાપુરીરોડ સહિતના વિસ્તારોમા સેવાભાવીઓ દ્રારા રુ ૧૨૦ના કિલ્લો ભજીયાનુ રાહતદરે વિતરણ કરી સેવાકીય પ્રવૃતિ કરી રહયા છે ત્યારે બીજા અન્ય વિસ્તારોમા સાંજે રોઝેદારોને સરબત દુધકોલ્ડ્રિકસ અવનવી નાસ્તાની વાનગીઓનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવે છે આ રમજાનના પવિત્રમાસમા નાના ભુલકાઓથી માંડી યુવાનો અને વૃધ્ધો રોઝા રાખી નમાઝ પઢીને અલ્લાહની બંદગી કરે છે અને મદ્રેશાઓ અને મસ્જીદોમા જકાત અદા કરે છે ત્યારે મોરબીમા રહેમતભાઈ ખુરેશી-ઈમરાનભાઈ સુમરા-અસરફબાપુ સૈયદ- અયુબભાઈ મેમણ- સાદીકભાઈ ખુરેશી-ઈસ્માઈલભાઈ ખુરેશી- હનીફભાઈ ખુરેશી-કાસમભાઈ ચાનીયા-પરવેઝભાઈ ખુરેશી-વલીભાઈ ચાનીયા- અલીભાઈ ખુરેશી-મુસ્તાક ખુરેશી- ઈર્શાદ ખુરેશી-જાકીર ખુરેશી- તોફીક સંધી-જાવીદ ખુરેશી-સલીમભાઈ ફકીર-ઈમરાન ખુરેશી સહિતના સેવાભાવીઓ રભજાનના પવિત્રમાસમા સેવા આપી રહયા છે