
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાજા કોમ્પલેક્ષમા આવેલ “સ્પર્શ સ્પા એન્ડ સલુન” બોડી મસાજ સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃતિના બને આરોપીના ચાર્જશીટ પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન
મોરબી જીલ્લા પોલીસ કોન્સટેબલ નંદલાલ વરમોરાનાઓને ખાનગી રાહે બાતમીના આધારે નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાજા કોમ્પલેક્ષમાં આવેલ ” સ્પર્શ સ્પા એન્ડ સલુન” મસાજના માલિક રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી તથા તેની સાથે અન્ય લોકો સાથે મળી આ સ્થળે ગે.કા. પોતાના આર્થીક લાભ સારૂ પોતાના કબ્જા ભોગવટાવાળા – સ્પર્શ સ્પા એન્ડ સલુન” નામના સ્પામાં બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) પોતાના ” સ્પર્શ સ્પા એન્ડ સલુન” માં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને ફુટણખાનું ચલાવે છે.” તેવી હકિકત હોય તે આધારે રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલીક વિરૂધ્ધ ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
આ કામે આરોપીઓ ગ્રાહકો પાસેથી શરીર સુખ માટે ગ્રાહકો દીઠ રૂપિયા ૨૦૦૦/- અલગ થી વસુલી લઈ પોતાના સ્પામાં બોડી મસાજની આડમાં કુટણખાનુ ચલાવતા હોવાનું જણાઇ આવતા બે આરોપી વિરુધ્ધ પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો
આ કેશમા આરોપીઓ અરવિંદભાઇ વશરામભાઇ દેગડા તથા રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી બને આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટના યુવા ધારાશાસ્ત્રી આર.એ.બુખારીને જામીન અરજી કરવા રોકતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્રારા ચાર્જશીટ બને તે પહેલા બને આરોપીઓના દશ- દશ હજારના શરતી જામીન મંજુર કરી છોડી દેવાનો શરતી હુકમ કર્યો હતો આ કેશમા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ રજાક.એ.બુખારી અને જતીન પટેલ રોકાયેલા હતા