
જૂનાગઢમાં એસઆરપી જવાન સવ: બ્રિજેશભાઈ લાવડિયાના આત્મહત્યાના કેસમાં ફરિયાદ ન લેવાઈ તો વવાણિયાથી વંથલી સુધી ૧૦૦૦ કારની રેલી મોરબી જિલ્લા આહીર સમાજની લાલધુમ..જુઓ ઈન્ટરવ્યુ વીડીયો
મોરબીમા ટ્રક ટ્રાન્પોર્ટની ઓફીસે આહિર જવાનને ન્યાય આપવા અંગે ભવ્ય બેઠક મળી હતી જો ન્યાય નહી મળે તો ૧૦૦૦ કાર સાથે વવાણીયા થી વંથલી રેલી કાઢવામા આવશે તેવો આક્રોશ વ્યકત કર્યો હતો
મૂળ મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના મેઘપર ગામના રહેવાસી બ્રિજેશભાઈ લાવડીયા જુનાગઢ પીટીસી સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા. દરમ્યાન ગત તા ૨૦ માર્ચ ના રોજ તેઓ બપોરે પોતાના ઘરેથી કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો છે તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ એકાદ વાગ્યાના અરસામાં બ્રિજેશભાઈ લાવડીયાએ ઘરે ફોન કર્યો હતો અને તેમની પત્ની સાથે વાત કરી હતી ત્યાર બાદ તેના દીકરા સાથે વાત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, તેના અધિકારી ડીવાયએસપી કાપડિયા અને પીએસઆઇ ખાચર તેમજ બીજા બહેનો અને અન્ય લોકોએ તેના ઉપર ખોટા આક્ષેપો કરેલા છે અને તેને લાકડી વડે માર માર્યો છે તેનો કોઈ વાંક ગુનો નથી તેમ છતાં પણ તેને ખોટી રીતે ફસાવી દેવા અને બદનામ કરવાની ધમકીઓ દેવામાં આવી રહી છે તેમજ પીટીસી કેમ્પસમાં પગ મુકીશ તો તને હાલવા જેવો રહેવા દેશો નહીં તું કેમ મૂકીને જતો રહે તેવું કહે છે જેથી કરીને તમને બધાને છેલ્લા રામ રામ તેવું કહીને બ્રિજેશભાઈ લાવડીયાએ પોતાનો ફોન મુક્યો હતો
ત્યારબાદ બીજા દિવસે શાપુર ગામ પાસે વાડીમાંથી ગળા ટુપો ખાધેલી હાલતમાં બ્રિજેશભાઈ લાવડીયાની ડેડબોડી મળી આવી હતી જોકે તેના શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હોય તેવા નિશાન જોવા મળ્યા હતા. આટલું જ નહીં પરંતુ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું તેમાં પણ તેના શરીર ઉપર માર મારવામાં આવ્યો છે તે અંગેની નોંધ છે તો પણ પોલીસ દ્વારા મૃતકના દીકરા રિતેશકુમાર બ્રિજેશભાઈ લાવડીયાની ફરિયાદ હજુ સુધી લેવામાં આવી નથી ત્યારે મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ હરી કોમ્પ્લેક્સ ખાતે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઓફિસે મોરબી આહીર સમાજના આગેવાનો સહિતના લોકો એકત્રિત થયા હતા જેમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઇ આહીર, કચ્છ આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઇ આહીર, મોરબી જિલ્લા આહીર સમાજના પ્રમુખ લાખાભાઇ જારીયા આહીર સમાજના આગેવાન અને રામબાઈ માતાજીની જગ્યાના ટ્રસ્ટી જસાભાઈ રાઠોડ, બાબુભાઇ હુંબલ, દેવાભાઇ અવાડિયા, અમુભાઈ હુંબલ, ચંદુભાઈ હુંબલ, ઉગાભાઈ રાઠોડ, જયદીપભાઈ હુંબલ, પ્રકાશભાઈ ચબાડ, ભાવિકભાઈ જારીયા, રમેશભાઈ રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
તમામ આગેવાનોએ મૃતક બ્રિજેશભાઇ લાવડીયા તેમજ તેના પરિવારને ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા મળે તટસ્થ તપાસ થાય તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે અને બ્રિજેશભાઇને માર મારનાર અને મારવા માટે મજબૂર કરનાર સામે પહેલા તો તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે તેવી મોરબી આહીર સમાજ દ્વારા પરિવારજનોને સાથે રાખીને માંગ કરવામાં આવી છે અને જો ફરિયાદ નહીં લેવામાં આવે તો માળીયા તાલુકાનાં વવાણિયા ગામે આવેલ રામબાઈ માતાજીનાં મંદિરેથી વંથલી સુધીની ૧૦૦૦ કાર સાથેની રેલી યોજાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ પરિવારને ન્યાય મળે તે માટે હાઇકોર્ટમા જવા સુધીની તૈયારી મોરબી જિલ્લા આહીર સમાજના આગેવાનોએ તૈયારી બતાવી હતી આ બનાવમામેધપરગામનાદલિતસમાજના અગ્રણી અરવીંદભાઈ રાઠોડે આક્રોશ સાથે ન્યાયની લડતમા દલિતસમાજનો ટેકો જાહેર કરી દુખ વ્યકત કર્યુ હતુ