
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પી.એસ.ગોસ્વામી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજા નાઓએ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પોસ્ટે ના પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા પો.કોન્સ તેજાભાઇ ગરચર ને ખાનગીરાહે હકિકત મળેલ કે અશોકભાઇ પરસોતમભાઇ સવેરા રહે.મોરબી દલવાડી સર્કલ સરદાર-૩ સોસાયટી વાળા પોતાના રહેણાક મકાનમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત કાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા સાત ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા ગંજીપતા ના પાનાનંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૧,૬૪,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે જેમા આરોપી (૧) અશોકભાઇ પરસોતમભાઇ સવેરા રહે.મોરબી દલવાડી સર્કલ કેનાલ સામે સરદાર-૩ સોસાયટી (૨)રાજભાઇ અશોકભાઇ સવેરા રહે.મોરબી દલવાડી સર્કલ કેનાલ સામે સરદાર-૩ સોસાયટી (૩)મુકેશભાઇ નાથાભાઇ વેકરીયા રહે.ધુળસીયા તા.જી,જામનગર (૪) સંજયભાઇ બાબુભા દોંગા રહે.કાલાવડ પટેલનગર જુનાગઢ જામનગર હાઇવે પર જી.જામનગર (૫)ચીન્ટુભાઇ ધનજીભાઇ રતનપરા રહે.મોરબી ઉમા રેસીડેન્સી-૨ દલવાડીસર્કલ (૬) આકાશભાઇ રમશુભાઇ ખરાડી રહે.મોરબી દલવાડીસર્કલ પાસે ઝુપડામાં (૭) કલ્પેશભાઇ પ્રવીણભાઇ સાંઇજા રહે.સરધાર શાંતીનગર તા.જી.રાજકોટ વાળાને પકડી પાડી શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એસ.આઇ.પટેલ તથા એ.એસ.આઇ. આર.પી.રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા એ.પી.જાડેજા તથા પો.કોન્સ.ચકુભાઇ કરોતરા, અરજણભાઈ ગરીયા, તેજાભાઇ ગરચર, તથા હિતેષભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા રાજેશકુમાર રમેશચંદ્ર વિગેરેનાઓ દ્વારા કામગીરી કરી હતી