
મોરબી કાલીકાપ્લોટમા રહેતા આસીફભાઈ સાઈચાએ તેના શહેઝાદા ઈરફાનના જન્મ દિવસની ખુશીમા રોઝેદારોની ઈફતારી કરાવી અનોખી ઉજવણી કરી
ઈરફાન આશીફભાઈ સાઈચાના જન્મ દિવસે કેક કાપવાના બદલે રોઝા ખોલાવી શવાબના હકકદાર બન્યા
મોરબીના કાલીકાપ્લોટ શેરી નંબર ચારમા રહેતા અને જુના એસ.ટી.બસસ્ટેન્ડ પાસે ડિલકસ પાનનો ગલ્લો ચલાવતા આશિફભાઈ હાજીસલેમાનભાઈ સાઈચાના શહેઝાદા પુત્ર ઈરફાન સાઈચાનો આજે જન્મ દિવસ હોવાથી હાલે રમજાન પવિત્ર અને નેકી ઈબાદતના દિવસો ચાલતા હોવાથી જન્મદિવસની ખુશીમા કેક કાપવાના બદલે કાલિકાપ્લોટ વિસ્તારમા રોઝેદારોની ઈફતાર પાર્ટી રાખી રોઝા ખોલાવી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામા આવી હતી આ જન્મ દિવસની ઉજવણીમા શવાબે હાસીલ કરવા આદિલ મર્હુમ શબ્બીરભાઈ સાઈચા તેમજ રોયલ એન્ટરપ્રાઈઝ અને આકાશ ડેવલોપર્સ વાળા મોટાબાપુ આરીફભાઈ હાજીસલેમાનભાઈ સાઈચા સહિત સાઈચા પરીવારે ઈરફાન સાઈચાને જન્મદિવસે રમજાનમાસમા રોઝા રાખી નમાઝ અદા કરી શહેઝાદા ઈરફાનને લાંબી ઉમર અને સ્વાસ્થ સારુ રહે તેવી પરવરદિગાર પાસે દુવા માંગી સાઈચા પરીવારે સાથે રોઝુ ખોલી જન્મ દિવસની ખુશી મનાવી હતી