
મોરબી જીલ્લાના ટંકારામાં મારમારી કરી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરવાના એટ્રોસીટીના કેસમાં પુરાવાના અભાવે આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી સુલેમાન ઉર્ફ સલીમ મામદભાઈ વીકીયાએ ફરિયાદીને કહ્યું હતું કે, હું અગાઉના પૈસા માંગુ છુ તે આપી દે’ તેમ કહી ગાળો આપતા ફરીયાદી એ કહેલ કે ‘તુ મારી પાસે કઈ માંગતો નથી’ આ સાંભળતા આરોપી સુલેમાને આવેશમાં આવી છરી કાઢી મારવા દોડતા ફરીયાદીએ આડો હાથ મુકતા તેના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. જે બાદ સુલેમાને ફરિયાદીને જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા. જે બનાવ મામલે ફરિયાદ નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કેસ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કેસમાં આરોપી તરફે યુવા ધારાશાસ્ત્રી મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા.
મોરબી કોર્ટમા એટ્રોસીટી કેશની સુનાવણી દરમિયાન ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધીકારી વગેરેની જુબાની લેવામાં આવી હતી. તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી. અને ફરીયાદી પક્ષના સાહેદોએ ફરીયાદીને સમર્થન કરી જુબાની આપેલ નથી. અને ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ મોનીકાબેન ગોલતરની દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હૂકમ કર્યો હતો.