
મોરબીમા શ્રી બજરંગ યુવક મંડળ દ્રારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય સંતવાણી તેમજ વિવિધ કાર્યક્રમ યોજાશે
શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાની અસીમ કૃપાથી શ્રી હનુમાન ભક્તો અને શ્રી બજરંગ યુવક મંડળ દ્રારા કષ્ટભંજન હનુમાનજી મંદિર બજરંગ સોસાયટી, રામકો બંગ્લોઝની સામે, કેનાલની બાજુમાં, રવાપર મોરબી ખાતે ભવ્ય સંતવાણી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે તો આ ભક્તિભાવ ભર્યા ધાર્મિક પ્રસંગે તમામ ભકતોને પધારવા અમારૂં હાર્દિક નિમંત્રણ છે
શ્રી હનુમાન જયંતિ નિમીતે નીચે મુબજના કાર્યક્રમો રાખવામા આવેલ છે જેની નોંધ લેવા વિનંતી
💥 ભવ્ય સંતવાણી
તારીખ: ૦૫/૦૪/૨૦૨૩, બુધવાર, રાત્રે ૯:૩૦ કલાકે ભજનીક – નંદરામ ગોંડલીયા, સાહિત્યકાર ઃ- વેલજી ઠાકોર બેન્જોમાસ્ટર :- મહેશ મહારાજ, ઉસ્તાદ ઃ- મનિષ મહારાજ મંજીરા :- કુલદિપ મહારાજ તથા રમેશભાઈ
💥 બુમ સાઉન્ડ – જોઘપર (નદી) ના સંગાથે
💥 તારીખ: ૦૬/૦૪/૨૦૨૩, ગુરૂવાર, ચૈત્ર સુદ-૧૫ (પુનમ)
💥 ૧૦૮ શ્રી હનુમાન ચાલીસા ના પાઠ સવારે ૬:૦૦ કલાકે
💥 બટુક ભોજન ઃ સાંજે ૫:૩૦ કલાકે મહા આરતી સાંજે ૭:૦૦ કલાકે
💥 દવજા રોહણઃ સાંજે ૬:૩૦ કલાકે મહા પ્રસાદઃ સાંજે ૭ઃ૩૦ કલાકે વધુ વિગત માટે આયોજકશ્રી બજરંગ યુવક મંડળ ક્રિષ્ના મોબાઈલ નંબર પર ૯૯૧૩૯૪૪૬૫૫ સંપર્ક કરો