
શ્રી સત્ય સાઈ સ્કુલ ના વિદ્યાર્થીનીઓની ફૂટબોલ રમત માં રાજ્યકક્ષા એ પસંદગીમોરબી ની સત્ય સાઈ સ્કુલ નું ગૌરવ
ગુજરાત સરકાર દ્વારા ડીસ્ટ્રીકટ સ્પોર્ટ્સ સ્કુલમાં એડમિશન માટેની પ્રુવન ટેસ્ટનું રિઝલ્ટ જાહેર થયું. આ મેરીટ લીસ્ટમાં પીપળીયાની (મોરબી) સત્યસાઈ વિદ્યામંદિર સ્કુલની આઠ વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો. તે આઠ વિદ્યાર્થીનીઓ રાજયકક્ષાના મેરીટમાં પસંદગી પામ્યા છે જેમા કોબિયા ભૂમિકાબેન પીયુષભા ડાભી રિધ્ધિ હરેશભાઈ પલાણી રૂચીતા અશોકભાઈ બાવળીયા વંશીકા વિજયભાઈ ભાંભરીયા કોમલ થોભણભાઈ જોગરાજીયા દિવ્યા ગોરધનભાઈ અણીયારીયા ચંદ્રિકા હકાભાઇ મકવાણા પૂજા જસમતભાઈઆ પ્રુવન ટેસ્ટમાં પ્રેક્ટીકલ વર્કઆઉટ, ટેકનીકલ પ્રેક્ટીસ, ફીઝીકલ ટેસ્ટ, ફુટબોલ રમત જેવા ક્રાયટેરીયાનું સંયુક્ત મેરીટ બને છે. રાજયકક્ષાએ પસંદ થતા આ આઠ વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા હોસ્ટેલમાં રહેવાનું અને સ્કુલમાં ભણવાનું તથા જે તે રમતની સઘન તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. આ વિદ્યાર્થીનીઓ પોતાની રમતમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી શાળાના ટ્રસ્ટી શ્રી મનોજ ભીમાણી સર તેમજ શાળાના શિક્ષકશ્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. ફૂટબોલ કોચ વસાવા આશિષ હરીસીંગભાઈ એ આ વિદ્યાર્થીનીઓને ટેકનીકલ અને પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપી હતી