
મોરબી જીલ્લા આહીર સમાજને ગૃહમંત્રીએ ન્યાયની ખાત્રી આપતા આજનીવવાણીયાથીજુનાગઢ વંથલી ભવ્ય રેલી મોફુક રાખવામા આવી હતી…જુઓ વીડીયો
મોરબી જીલ્લા આહીર સમાજના આગેવાનોને સ્વ બ્રિજેશભાઈ લાવડીયા કથિત આપઘાત પ્રકરણ બાબતે ગાંધીનગર ખાતે માનનીય ગૃહ મંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબ એ બોલાવ્યા હતા એ અનુંસંધાન એ આહીર સમાજ ના આગેવાનો એ ગાંધીનગર ખાતે જઈ ને રૂબરૂ રજુવાત કરી સ્વ બ્રિજેશભાઈ લાવડીયા ના કથિત આપઘાત પ્રકરણ બાબતે તટસ્થ તપાસ અને જરૂરી કલમ ઉમેરી ફરિયાદ દાખલ કરવાં રજુવાત કરી, જેના અનુંસંધાને માનનીય ગૃહ મંત્રી સાહેબ એ આશ્વાસન આપી અને ખાત્રી આપી કે આ કેસમાં સીટ ની રચના કરીશ અને આ કેસ ની યોગ્ય તપાસ બાબતે *આહીર સમાજ જે ઉચ્ચ અધિકારીની ભલામણ કરશે એ અધિકારી ની નિમણુંક કરીશ અને હું ખુદ આ કેસ નું મોનીટરીંગ કરીશ મને દસ દિવસ નો સમય આપો
જેથી આહીર સમાજ ના આગેવાનો ગૃહ મંત્રી સાહેબ પાસે થી આશ્વાસન લય ગાંધીનગર થી પરત ફર્યા.
અને હવે આવતી કાલ એટલે કે 12/4/2023 ને બુધવારે વવાણીયા થી વંથલી જૂનાગઢ સુધી ની રેલી નું આયોજન હતું એ હાલ દસ દિવસ મોકૂફ કરેલ છે અને દિવસ દસ માં જો સરકાર તરફથી યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમય માં સમગ્ર ગુજરાત ભર થી આહીર સમાજ રેલી કાઢશે જેની નોંધ લેવા જણાવવામા આવ્યુ હતુ