
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારના આવેલ કાસીયાગાળા ગામની સીમમાં વાવેતર કરેલ ગાંજાના છોડમા પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો
મોરબી જીલ્લાના વાકાનેરના કાંસીયાગાળા ગામે રહેતા આરોપી રમેશભાઇ ઉર્ફે હો જગાભાઇ ધરજીયા જાતે કોળીને પોલીસે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૧૭ વજન ૧૨ કિલો ૯૦૦ ગ્રામ કી.રૂ.૧,૨૯,૦૦૦/- સાથે મળી આવતા એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કર્યો હતો
જેમા મોરબી ડિસ્ટ્રિક નામદાર કોર્ટમા આરોપીની જામીન અરજી દાખલ કરાતા ધારાશાસ્ત્રી યોગરાજસિંહ જાડેજાની દલીલોને ધ્યાને રાખી નામદાર ડિસ્ટ્રિક કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા હતા આરોપીના વકીલ તરીકે યોગરાજસિંહ જે. જાડેજા બ્રિજરાજસિંહ ઝાલા અને રોહીતસિંહ જાડેજા રોકાયેલા હતા