
તા.૧૨/૦૪/૨૦૨૩ શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોનાઓ તરફથી રાજકોટ રેન્જ ખાતે ગંભીર પ્રકારના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ એક માસ સુધીની સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી મોરબી રાહુલ ત્રિપાઠી નાઓએ શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ., એલ.સી.બી .મોરબી નાઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ શ્રી એલ.સી.બી . મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાનાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાકાનેર સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૮૨૦/૨૦૨૨આઇ.પી.સી.કલમ- ૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબના ચીલ ઝડપના ગુનાના કામે છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા ફરતી મહીલા આરોપી કુંવરબેન વા/ઓ દેવાભાઇ સોલંકી રહે રાજકોટ વાળી હાલે રાજકોટ, ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમ ની સામે, નદી કાંઠે, રાધાબેન દેવીપુજકના રહેણાક મકાનમાં સાથે રહેતા હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકિકત મળતા પો હેડ કોન્સ. પૃથ્વીસિંહ જાડેજા તથા મહીલા કર્મચારીની સાથે ટીમ રાજકોટ મોકલતા હકીકત આધારે સ્ટાફના માણસો સાથે ઉપરોકત હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કુંવરબેન વા/ઓ દેવાભાઇ ગાંડુભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ.૮૦ રહે.રાજકોટ ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમ ની સામે, નદી કાંઠે, રાધાબેન દેવપુજકના રહેણાક મકાનમાં તા.જી.રાજકોટ વાળી મળી આવતા મજકુર મહીલા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે હસ્તગત કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોપવામા આવ્યો હતો
આરોપીને પકડવાની કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી -શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે.જે.ચૌહાણ,શ્રીએન.એચ.ચુડાસમા,શ્રી,એ.ડી.જાડેજા, તથા એલ.સી.બી. * પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા