
મોરબીમા પરશુરામ જન્મ જયંતી નિમિતે વિશાળ શોભાયાત્રા નીકળી ઠેર ઠેર શોભાયાત્રાને વધાવી સ્વાગત કરાયુ
મોરબીમાં ભગવાન શ્રીપરશુરામ દાદાની જન્મજયંતિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સવારેના નવલખીરોડ પર આવેલ શ્રીપરશુરામ મંદિરે હોમ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સાંજે ચાર કલાકે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર વાઘપરા ખાતેથી ભગવાન પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ગાયત્રી મંદિર વાઘપરા ખાતેથી નીકળી રવાપર ચોકડી, રામચોક, ગાંધીચોક, શાક માર્કેટ, નહેરુ ગેઇટ ચોક, ત્રિકોણ બાગ સ્ટેશન રોડથી નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પહોંચી હતી ત્યારે હિંન્દુ સંગઠનો સહિત ઠેર ઠેર શોભાયાત્રાનુ સ્વાગત સન્માન કરવામા આવ્યુ હતુ
મોરબીના રાજમાર્ગો પર નીકળેલી વિશાળ શોભાયાત્રામા મોટી સંખ્યામાં ભૂદેવોએ જોડાયને ડીજેના તાલ ઉપર ઝૂમીને પરશુરામ દાદાનો જન્મોત્સવ હર્ષભેર મનાવ્યો હતો. બાદમાં પરશુરામ ધામ ખાતે મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. જેનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.