મોરબી જોધપર (નદી) દ્રારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવા માં આવી..

મોરબી જોધપર (નદી) દ્રારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવા માં આવી..

આજરોજ ૨૫ એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી. બાવરવા સાહેબ ની સૂચના અને પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ અને અંજનાબેન જોશી ના માર્ગદર્શન અનુસાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના સ્ટાફ દિલીપભાઈ દલસાણીયા, મકસુદભાઈ સૈયદ, સાહિસ્તાબેન દેકાવાડીયા દ્વારા રફાળેશ્વર પ્રા. શાળા ના બાળકો તેમજ ગ્રામજનો ને પ્રોજેક્ટર થકી મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શુ શુ ના કરવું એ બાબતે પોરા નિદર્શન કરાવી ને માહિતી આપવા માં આવી હતી તેમજ મેલેરિયા અટકાયત માટે રેલી નું આયોજન કરી ને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રફાળેશ્વર પ્રા. શાળા ના પ્રિન્સિપાલ વિશ્વનાથ ગુપ્તા સાહેબ, ચિંતનભાઈ પંડ્યા અને મયુરભાઈ રામાવત સાહેબ એ મદદ કરી હતી

મેલેરિયા બાબતે યોગ્ય સંદેશ:મેલેરીયા મુક્તિ ના લક્ષ્ય સુધી પહોંચીએ

મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે.મેલેરિયા ના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે.મેલેરીયા રોગ થી બચવા માટે લાંબી બાય ના કપડાં પહેરો.ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો.નકામા ટાયર ભંગાર નો ચોમાસા પહેલા નિકાલ કરો.મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન વિનામૂલ્યે ઉપલબ્ધ છે.તો આવો સૌ સાથે મળી ૨૦૨૪ સુધીમાં ગુજરાતને મેલેરીયા મુક્ત બનાવીએ.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here