મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનનો મોટરસાઈકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોર મુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ

મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનનો મોટરસાઈકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોર મુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ

 

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ કે.એમ છાસીયા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન વાંકાનેર સીટી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ ઈસમ નંબર વગરના મોટરસાઈકલ સાથે મળી આવતા એન્જીન ચેસીસ નંબર પોકેટકોપ મોબાઈલ ફોનથી સર્ચ કરતા વાહન નંબર-માલીક ની વિગત મળતા તેમજ મળી આવેલ ઈસમની સઘન પુછ્પરછ કરતા પોતે મોરબી બસ સ્ટેશન પાસેથી મોટરસાઈકલ ચોરી કરેલની કબુલાત આપતા મોરબી એ.ડીવી પો.સ્ટે મા તપાસ કરાવતા ગુ.ર.નં- ૬૮૧/૨૦૨૩ આઈ.પી.સી કલમ-૩૭૯ મુજબનો અનડીટેક ગુન્હો રજી થયેલ હોય જે મોરબી સીટી એ.ડીવી પો.સ્ટે નો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોમુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસે આરોપીછગનભાઈ કરશનભાઈ વાઘેલા જાતે-દેવીપુજક ઉવ.૩૫ ધંધો-મજુરી રહે.હાલ મોરબી પાડાપુલની ફુટપારીએ તા.જી.મોરબી મુળ રહે.ઉંમડીયાવદર તા.મૌવા જી.ભાવનગર એક હીરો કંપનીનુ નંબર વગરનુ સ્લેન્ડર મોટરસાઈકલ જેના એન્જીન નંબર જોતા HA10EJDHE64073 કી.રૂ.૧૫૦૦૦/- કબજે કરેલ છે

આ ગુન્હાના આરોપીને પકડી સરાહનિય કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેકટર કે એમ છાસીયા તથા પોલીસ હેડ કોન્સટેબલ યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી તથા દિવ્યરાજસિંહ ઝાલા નાઓ જોડાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here