મોરબીના વાંકાનેરમાં સનાતન જ્યોત યાત્રા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ નું ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરાયું

મોરબીના વાંકાનેરમાં સનાતન જ્યોત યાત્રા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ નું ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરાયું

આરીફ દિવાન: વાંકાનેર તાજેતરમાં  સનાતન જ્યોત યાત્રા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ વાંકાનેર ખાતે ફૂલ દરવાજે પહોંચ્યો હતો જે સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ સનાતન જ્યોત યાત્રાનુ સન્માન કરવામાં આવ્યું હતું આ યાત્રા નું રામનવમી નિમિત્તે ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ની અધ્યક્ષતા એ સાળંગપુર ખાતે યાત્રાનું પ્રસ્થાન કરેલ જે દેશના વિવિધ રાજ્ય શહેરમાં સનાતન જ્યોત યાત્રા તથા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ગુજરાત તથા નમોસેના ટ્રસ્ટ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રા માં શ્રી હનુમાનજી મહારાજની ૧૧ ફૂટ વિશાળ ગદાનો દર્શન કરાવવા ૧૧ રાજ્યો તથા ૧૧૧૧૧ કિલોમીટરનું અંતર કાપી ૧૧૧ પ્રસિદ્ધ તીર્થ સ્થાનો ફરીને સમગ્ર દેશમાં ભારતીય સંસ્કૃતિ સંસ્કાર સનાતન ધર્મ પ્રત્યે વિવિધ શહેરમાં જાગૃતતા લાવવા માટે અને દિલ્હી ખાતે આયોજિત શ્રી હનુમાનજી યુવા કથામાં સર્વે ધર્મ પ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આ સનાતન જ્યોત યાત્રા વાંકાનેરમાં પહોંચેલ તે સમયે ભાવભર્યું સ્વાગત કરી યાત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here