
મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા ચોર સમજી અજાણ્યા મજુરને બોથડ પદાર્થના ઘા મારી ખુન કરનાર સાત ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડી વણશોધાયેલ ખૂનના ગુનાના આરોપીઓને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંન તથા વાંકાનેર સિટી પોલીસ
મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમાં જુના લુણીસરીયારોડ થી વીસીપરારોડ ઉપર ધમલપરગામની સીમમાં એક અજાણ્યો માણસ જેની ઉ.વ.રર વર્ષના કોઇ અજાણ્યો ભીક્ષુક જેવો લાગતો પુરૂષ બેભાન હાલતમાં મળી આવેલ હોય જેને પ્રથમ વાંકાનેર તથા વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા ખા અજાણ્યા પુરૂષના શરીર ઉપર ખુબ જ મુઢ મારના નિશાનો દેખાતા હોય જે પુરૂષ સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય અને તેની લાશનું પી.એમ કરાવતા તેનું મૃત્યુ મુઢ માર મારવાના કારણે થયેલનું જણાય આવેલ તેમજ મરણજનાર બાવટ કારખાનામાં મજુરી કામ કરતો હોય જે તા.૧૦/૦૫/૨૦૧૩ ના રાતના સમયથી ઢુવા- માટેલરોડ ઉપર આવેલ બાવટ કારખાના ખાતેથી ગુમ હોય જેની તપાસ કારખાનાના મજુર કોન્ટ્રાક્ટર કરતા હોય જે કોન્ટ્રાક્ટરને આ ઇજાગ્રસ્ત નો ફોટો બતાવતા તેણે જાગ્રસ્તને ઓળખી લઇ મરણજનાર કાર્તિકસીંગ રૂવાસીંગ ઉ.વ.૩૧ રહે. અજોધીયા, વાયા નિલાગીરી તા. ચિત્રકૂટ જિ. બાલેશ્વર ઓડીસા વાળો હોવાનું જણાવેલ અને જેને કોઇ અજાણ્યા માણસોએ કોઇ અગમ્ય કારણસર મુઢ મારમારી મારીનાખી અંગેની અજાણ્યા ઇસમો વિરૂધ્ધ વાંકાનેર સીટી પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૦૩૭૧/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૦૨ ૩૨૩, તથા જી.પી એ ક.૧૩૫ મુજબની ફરીયાદ આપતા વાંકાનેર સિટી ખાતે ગઇ તા.૧૩/૦૫/૨૩ નારોજ રજી. કરી આગળની તપાસ વાંકાનેર સીટી પોલીસ.સ્ટેશનના પીએસઆઈ પી.ડી.સોલંકીનાઓ આગળની તપાસ ચલાવી હતી
ગુાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા અંગે શ્રીઅશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ સુચના મોરબી પોલીસ અધિક્ષક શ્રી, રાહુલ ત્રિપાઠી સા. ની સીધી સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ મોરબીના પોલીસ ઇન્સપેકટર શ્રી, ડી.એમ.હોલ તથા શ્રી, પી.ડી.સોલંકી પોલીસ ઇન્સ, વાંકાનેર સિટી પો.સ્ટે. તથા પો.સબ.ઇન્સ.શ્રી, કે,જે ચૌહાણ, શ્રી એન.એચ.યુડાસમા, તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કોડ / ટેકનીકલ સ્ટાફ તથા વાંકાનેર સિટી પો.સ્ટે.ના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સારૂ તમામ પ્રયત્નો હાથ ધરેલ
તપાસ દરમ્યાન મરણ જનારને વાંકાનેર લુણસરીયા થી વીસીપરા રોડ વચ્ચે અજાણ્યા માણસોએ ચોર સમજી ઓથડ પદાર્થ દ્વારા મુંઢમાર મારનાર આરોપી બાબતે ખાનગી બાતમીદાર, હ્યુમન ઇન્ટેલીઝન્સ સોર્સીશ મારફતે ચોકકસ કિકત મોરબી એલ.સી.બી.ને મળતા જે અનુસંધાને નીચે જણાવેલ ઇસમોને અલગ અલગ જગ્યાએથી હસ્તગત કરવામાં આવેલ જેઓની આગવી ઢબે પુછપરછ કરતા તમામે ઇસમોએ સદરહુ ગુનો આચરેલાની કબુલાત આપતા નીચે જણાવેલ તમામને ઉપરોકત ગુનાના કામે વાંકાનેર સિટી પો.સ્ટે. ખાતે અટક કરવામાં આવેલ છે.આમ, વાંકાનેર સિટી વી.સ્ટે. ના વણશોધાયેલ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં એલ.સી.બી. મોરબી તથા વાંકાનેર સિટી પોલીસને સફળતા મળી હતી જેમા આરોપીઓ (૧) સાહિલ ઉર્ફે ગબ્બર અબ્દુલભાઇ હાલા જાતે.સંધી ઉ.વ.૨૨ રહે.હાલ ભાટીયા સોસાયટી,૨૫ મકાન પાસે, વાંકાનેર જી.મોરબી (૨) સચિન ઉર્ફે ચચ્ચો રસિકભાઇ ગોહિલ જાતે કારડીયા ઉ.વ.૩૮ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીરનીબાજુમાં વાંકાનેર જી.મોરબી (૩) પારસભાઇ ઉર્ફે ભજ્જી ભરતભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ.૨૬ રહે.ભાટીયા સોસાયટી,રાજગોરસમાજની વાડી પાછળ વાંકાનેર જી.મોરબી (૪) અમનભાઇ અબ્દુલભાઇ આંબલીયા જાતે પીંજારા ઉ.વ.૧૯ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીર પાછળ વાંકાનેર જી.મોરબી(૫) યુવરાજસિંહ કપુરજી પરમાર જાતે.સોઢા દરબાર ઉ.વ.૨૦ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીર પાછળની શેરીમાં વાંકાનેર જી.મોરબી(૬) મોહશીનભાઇ કાસમભાઇ અજમેરી જાતે પીંજારા ઉ.વ.૩૦ રહે.હાલ ભાટીયા સોસા.વાંકાનેર મુળ રહે.મોરબી કબીર ટેકરી શેરી નં.ર(૭) મકસુદશા ઉર્ફે મમ્મી કાસમશા શાહમદાર જાતે ફકીર ઉ.વ.૨૬ રહે.ભાટીયા સોસા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.રાજકોટ ગંજી વાડા શેરી નં.૭૭આ ગુન્હાના આરોપીઓને ઝડપી લેવાની કામગીરીમા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. પી.ડી.સોલંકી પીએસઆઈ વાંકાનેર સીટી કે.જે.ચૌહાણ એન.એચ. ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે