મોરબીના આમરણમાં સુફીસંત હજરત દાવલશાહ દુલ્હાનો ૫૩૦મો ઉર્ષ મુબારક હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ધામધુમથી ઉજવાશે

મોરબીના આમરણમાં સુફીસંત હજરત દાવલશાહ દુલ્હાનો ૫૩૦મો ઉર્ષ મુબારક હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ધામધુમથી ઉજવાશે

હઝરત પીર દાવલશા દુલ્હાના ઉર્ષ મુબારકમા ગુજરાતભરમાથી બહોળી સંખ્યામા હિંન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે

મોરબીના આમરણ ગામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક એવા સુફીસંત ઓલીયા હજરત દાવલશાહ પીરનો ૫૩૦ મો ઉર્ષ મુબારક તારીખ ૧/૬/૨૩ ને ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા ૧૧ ના રોજ હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ધામધુમથી ઉજવવામાં આવશે. આ ઉર્ષના ખુશીના દિવસે ગુજરાતભર માથી હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ ઉર્ષ મુબારકના ખુશીના દિવસે રાત્રીના ૧૦:૦૦ કલાકે હઝરત દાવલશાપીરની દરગાહ શરીફ સંદલ પ્રક્રિયા માટે બંધ કરવામાં આવશે અને રાત્રે ૧૨:૦૦ કલાકે દરગાહના દરવાજા આમ શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકવવામાં આવશે. ત્યાર બાદ દરગાહશરીફ પર પહેલી ચાદર સૈયદ જાકીર હુસેનના હાથે રાજકીય આગેવાનોની હાજરીમાં ચડાવામાં આવશે તેમજ રાત્રે ઈશા ન્યાઝ બાદ ન્યાઝ પ્રસાદી જસદણ અને જામનગરના રહેવાશી એરન્ડીયા પરિવાર તરફથી કરવામાં આવશે તેમજ આ દાવલશાહ પીર દરગાહ શરીફનો ગામમા કે બહારગામમા ફંડફાળો કરવામાં આવતો નથી તેમજ આ સૂફીસંત ઓલીયા હઝરત દાવલશાપીરે પાંચા બાપા ભરવાડ આંખે દેખતા ન હોય તેમને આંખો આપીને દેખતા કરી દીધા હતા તેમજ કિન્નરોને એકસાથે સાત બાળકો આપ્યા હોવાના પરચા પુરાવા સાથે આમરણ દરગાહ શરીફે હાલે પણ મોજુદ છે આવા અનેક પરચાઓ આપ્યા હોય તે સૌ કોઈ શ્રધ્ધાળુઓ જાણે છે જેથી આ ઉર્ષ મુબારકના ખુશીના દિવસે હાજરી આપવા હજરત દાવલશાહપીર દરગાહ ટ્રસ્ટની યાદીમા જણાવાયું છે તેમજ હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ અને આમ જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here