
મોરબીના વાંકાનેર મીલ પ્લોટ વિસ્તારમાંથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુનો શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ મોરબી જિલ્લામાં બનતા મિલ્ક્ય સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને જરૂરી સૂચના આપતા તેઓશ્રીએ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને મિક્ત સબંધી બનેલ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના માર્ગદર્શન આપતા કે.જે.ચૌહાણ પોલીસ સબ.ઇન્સપેકટર એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ., એલ.સી.બી. મોરબી નાઓ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના કર્મચારીઓને આઅંગેની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના માણસો મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે રણજીતભાઇ જેરામભાઇ માલણીયાત રહે. હાલ મોરબી પાડા પુલ નીચે વાળાને વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસેથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરાવતા વાંકાનેર સીટી મીલ પ્લોટ ફાટક પાસે ફળીયામાંથી નારજો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનુ જણાવતા જે બાબતે વાંકાનેર સીટી પો.સ્ટે.મા એ પાર્ટ ગુ.ર.નં. ગુ.ર.ન ૦૩૪૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી મજકુર ઇસમ પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન કી.રૂ. ૨૫૦૦/- ગણી કબજે કરી વધુ તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે પકડાયેલ આરોપીઓ રણજીતભાઇ સ/ઓ જેરામભાઇ કેશુભાઇ માલણીયાત ઉ.વ. ૨૯ રહે. હાલ મોરબી પાડા પુલ નીચે મેલડી માતાજીના ઓટાની બાજુમાં તા.જી.મોરબી મુળ ગામ શાપર તા.જી.મોરબી પકડવાના બાકી આરોપીનું નામ સરનામુ રાહુલભાઇ જેરામભાઇ માલણીયાત રહે. હાલ મોરબી પાડા પુલ નીચે મેલડી માતાજીના ઓટાની બાજુમાં તા.જી.મોરબી મુળ ગામ શાપર તા.જી.મોરબી આ કામે પકડાયેલ આરોપી તથા હાજર નહી મળી આવેલ તેનો ભાઇ એમ બન્ને દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારમાં જઇ રેઢા મકાન, ફળીયામાં પડેલ મોબાઇલ ફોનની ચોરી કરવાની ટેવ ધરાવે છે આ ગુન્હાના આરોપીને પકડવા માટે
ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ એન.એચ. ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલ હતાં.