
મોરબીમા હઝરત અહેમદશા બાવા ગૃપ આયોજીત હિંન્દુ મુસ્લીમના ૨૩મા સમુહલગ્નમા પુર્વ મુખ્યમંત્રી વીજય રુપાણી સહિત સંતો મહંતોનીની ઉપસ્થિતિમા ધામધુમથી યોજાયા હતા
![]()
![]()
મોરબીમા દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશા ગ્રુપ આયોજીત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું ઝાઝરમાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકજ મંડપમા દસ મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ પઢાવવામાં આવ્યા હતા અને સાત હિન્દુ વર કન્યાના હિન્દુ શાસ્ત્રોકત મુજબ મંગળફેરા ફેરવવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં સામેલ તમામ દુલ્હન અને કન્યાઓને કરીયાવર સાથે આપવામાં આવ્યો હતો.આ પાક અને પવિત્ર ખુશીના પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપી તમામ દુલા દુલ્હનને અને વર કન્યાઓને દિલથી આશીર્વાદ વચન પાઠવ્યા હતા સાથે સાથે પ્રદીપભાઈ વાળા ઉપાધ્યક્ષશ્રી પછાતવર્ગ વિકાસ નિગમ ગાંધીનગર તેમજ લાખાભાઈ જારીયા પ્રમુખ મોરબી શહેર ભાજપ જ્યોતિસીંહ જાડેજા અગ્રણી જીલ્લા ભાજપ અશ્વિનભાઈ કોટક પૂર્વ પ્રમુખ મોરબી શહેર ભાજપ સુરેશભાઈ શિરોહીયા પૂર્વ ચેરમેન નગરપાલિકા મહંતશ્રી દામજી ભગત નકલંકધામ બગથળા મહંતશ્રી ભાવેશ્વરી દેવી રામધન આશ્રમ મહેન્દ્રનગર અને સૈયદ હાજી એહમદ હુસેનબાપુ અમીન મિયાબાપુ અબુમિયાબાપુ નઝરમીયાબાપુ સહિત નામી અનામી આગેવાનો અને મોરબીના નગરજનો સહિતનાઓએ બહોળી સંખ્યામા હાજરી આપી આ પવિત્ર ખુશીના પ્રસંગે સહભાગી બન્યા હતા આ ખુશીના પવિત્ર પ્રસંગને સફળ બનાવવા બાવા અહેમદ શાહ ગ્રુપના તમામ સભ્યોએ ખડેપગે રહી તનતોડ મહેનત કરી હતી
![]()
![]()
આ પ્રસંગને એલાઉન્સર ડોક્ટર શૈલેષભાઈ રાવલે સંચાલન કરી ખુશીના પ્રસંગે ચાર ચાંદ લગાવી દીધા હતા આ કાર્યક્રમ દરમ્યાન મોરબી જિલ્લા પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવી માનવતાની મહેક પ્રસરાવી હતી અને આવેલ તમામ નાગરિકોના દિલ જીતી લીધા હતા