
મોરબી શ્રીમાનવસેવા એ જ પ્રભુ સેવા સંસ્થાના પ્રમુખશ્રી પરેશભાઈ ત્રિવેદીનાજન્મદિવસે શુભેચ્છાની વર્ષા
મોરબી જિલ્લાના સામાજીક કાર્યકર અને સેવાકીય સંસ્થા “શ્રી માનવસેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ‘ ના પ્રમુખશ્રી અને મોરબી જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગના બાળ સંભાળ ગૃહોના ઇન્સ્પેકશન માટેની સરકારી સમિતિ તથા હસ્તકલા સેતુ કમીટીના સદસ્યશ્રી પરેશભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ હોય વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ વિવિધ રાજકીય આગેવાનો સામાજિક સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ, તથા વીશાળ સંખ્યાના લાભાર્થીવર્ગ તરફથી જન્મ દિવસના અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી
માત્ર ૧૩ વર્ષ જેટલા ટૂંકા સમયગાળા માં સામાન્ય ફિલ્ડવર્કર તરીકે સંસ્થા માં જોડાયેલા પરેશભાઈ ત્રિવેદીએ પાયાના સામાજિક કાર્યકર તરીકેની કારકિર્દી ની શરૂઆત કરીને આજે સેવાકીયવૃત્તિ અને ભેદભાવ રહિત સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમ થી પ્રામાણિકતા પૂર્વક જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચીને અનેક સરકારી અને સંસ્થાકીય યોજનાઓના લાભો અપાવવા માટે ભરપૂર પ્રયત્નો દ્વારા આજે અગ્રગણ્ય સ્થાન હાંસલ કર્યું છે, અને જિલ્લા સ્તરના સામાજિક કાર્યકર તરીકે લાભાર્થીઓના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે .હાલમાં અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને સમાજ ના સર્વાંગી વિકાસ માં માધ્યમરૂપ ભૂમિકા પોતાના અથાગ પ્રયત્નો અને વિશાળ સંપર્પિત કાર્યકરોના સહયોગથી ભજવી રહ્યા છે સંસ્થા દ્વારા ચાલતા મહિલા સશક્તિકરણ હેલ્પલાઈનના માધ્યમથીઅગત્યનીમાહિતીઓ બાળવિકાસ કૌશલ્ય તાલીમવર્ગો રોજગારી, રાહતદરે બ્યુટીટ્રીટમેન્ટ અને ચોલીપોઇન્ટ , જેવી અનેકવિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે દાતાઓ વગર જ સ્વખર્ચે પોતાના સ્વયંસેવી કાર્યકરોની મદદથી મોરબી જિલ્લાના રહેવાસીઓ માટે હાલમાં ચાલુ છે.અને જરૂરિયાત મુજબ ઉતરોતર વધારો કરવામાં આવી રહ્યો છે આ જન્મ દિવસની ખુશીમા પરેશભાઈ ત્રિવેદીનો મોબાઈલ નંબર ૯૭૨૬૫૦૧૮૧૦ પર કોલ કરી તેમજ રુબરૂ મળીને તમામે ઉતરોતર પ્રગતિ થાય તેવા આશિર્વાદ સાથે સગા સનેહીઓ તેમજ મિત્રસર્કલ સહિતનાઓએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા