
માળીયામીયાણા
તા.૧ જુન ૨૦૨૩રિપોર્ટ : ગોપાલ ઠાકોર
માળીયામિંયાણાના વેણાસર ગામના પ્રભાતભાઈ ડાંગરની પુત્રીએ ધો.૧૨ કોમર્સમાં ૯૮.૪૧ પીઆર મેળવી ડાંગર પરીવારનુ નામ રોશન કર્યું
મોરબી પોસ્ટ ઓફીસના સ્ટાફે પુર્વી ડાંગરને ફુલહાર સાથે સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા
માળીયામિંયાણાના વેણાસર ગામના રહેવાસી હાલ મોરબી મેઈન પોસ્ટ ઓફીસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા પ્રભાતભાઈ ડાંગરની દિકરી પુર્વી ડાંગરે તાજેતરમાં લેવાયેલી ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧૨ કોમર્સમાં A2 ગ્રેડ સાથે ૯૮.૪૧ PR સાથે ઉર્તિણ થઈને ઝળહળતી સફળતા મેળવી પુર્વી ડાંગરે લગન મહેનતથી ધાર્યુ પરીણામ મેળવી નાલંદા વિદ્યાલય ડાંગર પરીવારની સાથે ગામનુ નામ રોશન કરીને ગૌરવ વધાર્યું છે મુળ રણકાંઠાના વેણાસર ગામના રહેવાસી હાલ મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અને માળીયા તાલુકા ખેડુત હિત રક્ષક સમિતિના મીડીયા કન્વીનર તરીકે ફરજ બજાવતા પ્રભાતભાઈ ડાંગર ખેડુત લક્ષી પ્રશ્નોને વાચા આપવા હંમેશા અગ્રેસર હોય છે જેથી એક જાગૃત નાગરીક તરીકે તાલુકામાં સારી એવી નામના સાથે ઉભરી આવ્યા છે તેમ પુત્રી પુર્વી ડાંગર પણ રણકાંઠે સિતારાની જેમ ઝળકીને સિધ્ધિ હાંસલ કરી ધો.૧૨ કોર્મસમાં સારા પરીણામ લાવવામાં કામયાબ રહેલી દિકરીએ ગામ પરીવાર અને શાળાનુ ગૌરવ વધારી નામ રોશન કર્યું છે તે બદલ સગાવ્હાલા દ્વારા શુભકામના પાઠવી હતી પ્રભાતભાઈ ડાંગર એક હોનહાર ઈમાનદાર સરકારી કર્મચારી હોય તેઓ સરકારશ્રીના બેટી બચાવો બેટી પઢાવો દિકરી દિકરો એક સમાન સુત્રોને સાર્થક કરવા પોતાની પુત્રી ભણી-ગણીને પગભર થાય તેવા હેતુસર પિતા સારા ઉતમ અભ્યાસ માટે બનતા પ્રયાસો કરી શિક્ષણ ક્ષેત્રે દીકરીને ભણાવવામાં ધ્યાન આપી રહ્યા છે જેથી દિકરી પિતાની મહેનત એળે ન જાય તે માટે મહેનત લગનથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી આજે ધો.૧૨ કોમર્સમાં સારા માર્ક્સ મેળવી ધાર્યુ ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યુ છે આ તકે મોરબી પોસ્ટ ઓફીસ ક્ષેત્રે સંકળાયેલા પોસ્ટ કર્મચારી SPM જે.આર.રાવલ APM વર્ષાબેન અને જી.ટી.ઠોરીયા દ્વારા પૂર્વી ડાંગરને ફુલહાર કરીને સન્માનિત કરી જીવનમાં ભણીગણીને ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છાની સાથે અભિનંદન પાઠવ્યા હતા