
મોરબી નોટરી એડવોકેટ એશોસીયનની નવી બોડીની રચનામા મહિલા એડવોકેટોને અગ્રતા અપાઈનોટરી એસોશિયનના નવ નિયુકત પ્રમુખ કમલાબેન મુછડીયા ઉપ પ્રમુખ વેજયંતીબેન વાધેલા અને સેક્રેટરી તરીકે ખુશબુબેન કોઠારીની નિમણુક કરાઈ
મોરબીમા નોટરી & એડવોકેટ એશોસિયનમા આજરોજ સુધી એડવોકેટ એન્ડ નોટરી ભાવેશભાઈ ફુલતરીયાએ પ્રમુખ તરીકે નિપક્ષ અને તટસ્થ કામગીરી કરી ફરજ બજાવેલ હતી ત્યારે આજે મોરબી નોટરી એશોસિયન દ્રારા સર્વાનુમતે ઠરાવ કરીને નવી બોડીની રચના કરાઈ હતી જેમા મહિલા નોટરી એડવોકેટને અગ્રતા આપી નવ નિયુકત બોડીમા પ્રમુખ તરીકે કલમાબેન મુછડીયા ઉપપ્રમુખ તરીકે વેજયંતીબેન વાધેલા સેક્રેટરી તરીકે ખુશબુબેન કોઠારી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે અંજનાબેન રાઠોડ તેમજ કારોબારી સભ્ય તરીકે ડી.જી કંઝારીયા- નિમાવત -કીરીટભાઈ પટેલની નિમણુક કરવામા આવી હતી આ નવી બોડીની રચના થતા તમામ એડવોકેટ એન્ડ નોટરીઓએ તમામ હોદેદારોને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા