મોરબીમાં ટાઇલ્સના વેપારીને ૫.૪૦ લાખની લેણી રકમ ૭% વ્યાજ સહિત ચૂકવવા નામદાર કોર્ટનો આદેશ

મોરબીમાં ટાઇલ્સના વેપારીને ૫.૪૦ લાખની લેણી રકમ ૭% વ્યાજ સહિત ચૂકવવા નામદાર કોર્ટનો આદેશ

મો૨બીના સિરામિક ઉધોગના વેપારી પાસેથી માલની ખરીદી કરવામાં આવી હતી ત્યાર બાદ તેને રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી કરીને ટાઇલ્સની લેણી રકમ માટે દાવો કરવામાં આવ્યો હતો અને તે દાવો કોર્ટમાં ચાલી જતાં વેપારીને મૂળ રકમ દાવાની તારીખથી વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે મોરબીના એનેકસ ગ્લા એન્ડ સીરામીકસના માલીક જીજ્ઞેશભાઈ કિશોરભાઈ કાલરીયાએ સદગુરુ સેલ્સના માલીક વિઠલભાઈ બેચ૨ભાઈ ગોધાણી સામે સીરામીક ટાઈલ્સની લેણી ૨કમ ૫,૪૦,૫૭૪ વસુલ મેળવવા મો૨બીની સીવીલ અદાલતમા લેણી રકમનો દાવો કર્યો હતો અને વર્ષ ૨૦૨૦ થી દાખલ કરેલ દાવો ચાલી જતા મોરબીની અદાલતે પ્રતિવાદી વિઠલભાઈ બેચ૨ભાઈ ગોધાણી તે સદગુરુ સેલ્સના માલીક સામે સદરહુ દાવાની લેણી રકમ ૫,૪૦,૫૭૪ દાવો દાખલ થયાની તારીખથી ૭ ટકાના વ્યાજ સહીત મોરબીના સીરામીકના વેપારી જીજ્ઞેશભાઈ કિશોરભાઈ કાલરીયાને ચુકવી આપવાનો હુકમ કરેલ છે. આ દાવામા વાદીના વકીલ તરીકે મોરબીના ભાવેશભાઈ ડી.ફુલતરીયા અને રાજેશ જે.જોષી રોકાયેલા હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here