
મોરબીમા સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિધાલયનો ડંકો બોર્ડના પરિણામમા ધો.૧૨ માં પાંચ વિદ્યાર્થીનીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યા
તાજેતરમાં ધોરણ એસ.એસ.સી. તથા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. જેમાં કડવા પાટીદાર કેળવળી મંડળ સંચાલિત મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય દ્વારા જ્વલંત સફળતા પ્રાપ્ત કરવામાં આવી.
આ પરિણામ મેળવવામાં વિદ્યાર્થીનીઓ સંપૂર્ણતઃ સફળ થઈ છે કારણ કે તેમણે કોઈપણ કોચિંગ ક્લાસ કે ટ્યુશન વગર જાત મહેનતથી આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં ધોરણ ૧૦ નું શાળાનું પરિણામ ૮૧.૮૪% છે તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૪.૩૬% આવ્યું છે. ધોરણ ૧૨ માં પાંચ વિદ્યાર્થીઓનીએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળા પરિવાર તથા સંકુલનું નામ રોશન કર્યું છે.
જેમાં ધોરણ ૧૦ ના પરિણામમાં જવલંત સફળતા પ્રાપ્ત કરનાર અને A2 ગ્રેડ મેળવનાર ત્રણ વિદ્યાર્થીનીઓ છે. જે પૈકી માણેક તાન્યા રમેશભાઈએ ૯૮.૭૯ પી.આર દેત્રોજા પલક રજનીકાંત ભાઈએ ૯૮.૬૬ પી.આર. અને ચાવડા ઉર્વિશા દિનેશભાઈએ ૯૮.૩૧ પી.આર. સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ધોરણ 12ના પાંચ તેજસ્વી તારલાઓ જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, તેમની વાત કરીએ તો ચૌહાણ અપેક્ષા જીતેન્દ્રભાઈએ ૯૯.૮૬ પી.આર. પંડ્યા ખુશી ભાવેશભાઈએ ૯૯.૮૫. પી.આર. ચાવડા ખુશ્બુ પ્રવીણભાઈએ ૯૯.૮૪. પી.આર. કાજલબેન અશોકભાઈએ ૯૯.૮૧ પી.આર. અને ચૌહાણ પૂનમ મનુભાઈએ ૯૯ પી.આર. સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.
આ સર્વ શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ શાળા સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ભાઈ ત્રયંબકભાઈ ફેફર, પૂર્વ ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કેમ્પસ ડાયરેક્ટર રમેશ મેરજા તેમજ શાળાના આચાર્ય પારુલબેન હિરપરાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.