
માળીયા મિંયાણાના નવલખી પોર્ટની પાસે આવેલ જુમ્માવાડી વિસ્તારની મુલાકાત લઈ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લાના નવલખી પોર્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને વાવાઝોડું આવે તે પહેલાની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. મંત્રીશ્રીએ આ વિસ્તારમાં થઈ રહેલા લોકોના સ્થળાંતરનું તલસ્પર્શી નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત વેળાએ મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, મોરબી પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ માળિયા પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય તેમજ અન્ય સબંધિત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા