
બિપોરજોય વાવાઝોડાને પગલે સરકારના આદેશ બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તા ૧૩.૧૪.૧૫ સ્કુલોમા રજા સતાવાર જાહેરાત તેમજ શિક્ષકોને ફરજ ઉપર હાજર રહેવા આદેશ
બીપરજોય વાવાઝોડુ મોરબી સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં વ્યાપક અસર કરનાર હોય સરકારના આદેશને પગલે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તા ૧૩ થી તા.૧૫ જૂન સુધી જિલ્લાની તમામ શાળાઓમાં ત્રણ દિવસ રજા જાહેર કરવામા આવી છે, જો કે, શિક્ષકોએ ફરજ ઉપર હાજર રહેવા આદેશ કર્યો હતો
મોરબી જિલ્લા શિક્ષણાધિકારી એન.વી.રાણીપાએ સતાવાર જાહેરાત કરતા જાહેર કર્યું હતું કે, વાવાઝોડા બીપરજોયની વિનાશક અસરની દહેશતને પગલે મોરબી જિલ્લામાં તા.૧૩, ૧૪ અને ૧૫ ના રોજ ધોરણ ૧ થી ૧૨ સુધીની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમા રજા જાહેર કરવામાં આવી છે. જો કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓએ ફરજ ઉપર અવશ્ય હાજર રહેવાનું છે. આ આદેશનો તમામ શાળા સંચાલકો અને આચાર્યને પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે