બિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે માળીયા મિંયાણા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ

બિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે માળીયા મિંયાણા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ

સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા જેમાં ગઈ કાલે ૧ સગર્ભા બહેનની પ્રસૂતિ કરવામાં આવી હતી. અને આજે સતત બીજા દિવસે પણ ૧ સગર્ભા બહેનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે 15.6.23 ના રોજ સવારે 05:02 વાગ્યે સગર્ભા બહેનની સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો. નિરાલી ભાટીયા અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન 3.5 કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here