
મોરબી સીવિલ હોસ્પિટલ ખાતે મંત્રી કનુભાઈ દેશાઈ પ્રભારી સચિવ કલેકટર તથા ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાએ હોસ્પિટલ ની રૂબરૂ મુલાકાત લીધેલ હતી
હવામાન ખાતા તરફથી અત્રેના જીલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવેલ છે . આ સમયગાળા દરમ્યાન વાવાઝોડાના કારણે તથા હેવી રેઈનફોલ ના કારણે સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં જરૂરી તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે મંત્રી કનુભાઈ દેશાઈ, પ્રભારી સચિવ કલેકટરશ્રી તથા માન. ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા આજરોજ હોસ્પિટલ ની રૂબરૂ મુલાકાત લીધેલ હતી જેમા હોસ્પિટલ અધિક્ષક ડો.દુધરેજીયા દ્રારા હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓની માહીતી આપેલ હતી હોસ્પિટલ ખાતે વાવાઝોડા અન્વયે તૈયાર કરેલ ટ્રાયેજ એરીયા.આઈ.સી.યુ. વીભાગ તથા ઈન્ડોર વિભાગ, કન્ટ્રોલ રૂમ તથા રેપીડ રીસ્પોન્સ ટીમ અને જનરેટર, એમ્બ્યુલન્સ ની સુવિધા અને તમામ ઉપલ્બધ દવાઓ વિશે માહીત કરેલ હતી, માન. કલેકટરશ્રી દ્રારા અત્રેની હોસ્પિટલ ખાતે ચાર પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ. સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર મુકવા બાબતે પોલીસ અધિક્ષક તથા પી.જી.વી.સી.એલ. અધિકારી ને આ ઉપરાંત હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે એક વાયરલેસ સેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.