
મોરબી નવલખી બંદરે બિપોરજોય વાવાઝોડા બાદ રાબેતા મુજબ કામગીરી શરૂ કોલસો ભરવા લાંબી લાઈનો લાગી નવલખી બંદર ધમધમી ઉઠયું જુઓ વીડીયો
મોરબી જિલ્લાનુ એકમાત્ર નવલખી બંદર બિપોરજોય વાવાઝોડાના કારણે 13 જુનથી બંદર ઉપર કામગીરી બંધ કર્યા બાદ 17 જુનથી પુનઃ ધમધમી ઉઠયું
મોરબી જિલ્લામાં કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી હતી અને જિલ્લામાં રણકાંઠાના વિસ્તારો ભારે પ્રભાવિત થયા હતા જેમા મોરબી જિલ્લાનુ એકમાત્ર નવલખી બંદર ઉપર બિપોરજોય વાવાઝોડાની અસર થવાની હોય ૧૩ જુનથી કામગીરી બંધ કરી પોર્ટને ખાલી કરાવી દેવાયુ અને ૧૪ જુને દરીયામાં કરંટ દેખાતાં ભયંકર ૧૦ નંબરનું ભયંકર સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જેના કારણે બિપોરજોયનો ભય રીતસર દેખાતો હતો પરંતુ વાવાઝોડુ બિપોરજોય કચ્છના જખૌ બંદર તરફ ત્રાટકયા બાદ બીજા દિવસે નવલખી બંદર ઉપર અસર બતાવતા તોફાની વરસાદ સાથે ૮૦થી વધુની સ્પીડે પવન ફુંકાયો જોકે બંદર ઉપર નુકસાની નહીવત રહેતા ૧૭ જુનથી નવલખી બંદર રાબેતા મુજબ શરૂ કરી દેવાતા કોલસા ભરવાની કામગીરી ધમધમી ઊઠી હતી જેના કારણે કોલસા ભરવા નવલખી બંદર બહાર ટ્રકોની પાંચ કીલોમીટર લાંબી લાઈનો લાગી હતી ઉલ્લેખનીય છેકે બિપોરજોય વાવાઝોડાની અસર બાદ પાંચેક દિવસ બંધ રહેલા મોરબી જિલ્લાનુ એકમાત્ર નવલખી બંદર ગઈકાલથી પુનઃ ધમધમી ઉઠયું હતું