
મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર ગ્રામ્ય વિસ્તારમાં વિજપોલ ધરાશાયી વિજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા PGVCLની તાબડતોબ કામગીરી કાબિલેદાદ
મોરબી જિલ્લામાં પીજીવીસીએલ ટીમો વાવાઝોડા અને વરસાદ વચ્ચે ખડેપગે સુલતાનપુર ખાખરેચી ચીખલી નવલખી રોડ સહીતના વિસ્તારોમાં વિજપોલ ધરાશાયી PGVCL ટીમોની યુધ્ધના ધોરણે કામગીરી
મોરબી જિલ્લાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં PGVCL ટીમોની કામગીરી કાબીલેદાદ રહી છે બિપોરજોય વાવાઝોડુ કચ્છના જખૌ પાસે ટકરાયુ જેની અસર મોરબી જિલ્લામાં પણ વર્તાઈ હતી અને નવલખી પોર્ટ સહીત જિલ્લાભરમાં ૮૦ કીલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર વિજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે માળીયાના સુલતાનપુર ખાખરેચી ચીખલી માણાબા વેજલપર જુનાઘાંટીલા વેણાસર કુંભારીયા નવલખી રોડ આસપાસના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી હતી જેના કારણે સુલતાનપુર ખાખરેચી ચીખલી ગામે વિજપોલ ધરાશાયી થયા જેને યુધ્ધના ધોરણે ઉભા કરવા આ વખતે PGVCL ટીમના આગોતરા આયોજનના કારણે વિવિધ વિભાગમાં ટીમો તૈયાર કરી કાર્યરત સ્ટાફને ખડેપગે રાખી રાત દિવસ દોડાવી ઉમદા કામગીરી કરી વાવાઝોડા સાથે ચાલુ વરસાદે કર્મચારીઓએ ફરજ બજાવી હતી જેમાં જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં ૬૭૩ જેટલા વિજપોલને નુકશાન થવા પામ્યું હતું જ્યારે ૨૧ ટ્રાન્સફોર્મરમા યાંત્રીક ખામી સર્જાઈ હતી તેમજ 70 જેટલા ગામડાઓમાં વિજ પુરવઠો ખોરવાયો હતો જેને ત્વરિત કામગીરી કરવા કર્મચારીઓને કામે લગાડી વહેલીતકે તમામ સમસ્યાઓને દૂર કરીને વીજ પુરવઠો પુનઃ શરુ કરી દેવા સજ્જ છે હાલ વીજ તંત્રની ટીમો તુરંત કામગીરી કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા દોડધામ કરી ઘણી જગ્યાએ વિજપુરવઠો શરૂ કરી દેવાયો છે જેમા સુલતાનપુર ખાખરેચી ચીખલી ગામે વિજપોલ ધરાશાયી થતા જેની જાણ PGVCL કર્મચારીઓને થતા તાત્કાલિક ટીમો સ્થળ પર પહોચી જઈ વિજપોલ ઊભા કરી પુન: વિજ પુરવઠો કાર્યરત કર્યો હતો જેમા ખાખરેચી સરકારી હોસ્પિટલ પાસે સુલતાનપુર રોડ પર ચીખલી ગામમાં વિજપોલ ઊભા કરી વિજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી PGVCL કર્મચારીઓ બિપોરજોય વાવાઝોડા વચ્ચે તનતોડ મહેનત કરી ખડેપગે રહ્યા હતા જે વેજલપર પાવર હાઉસ ખીરઈ સબ સ્ટેશનના આવતા ગામડાઓને રાત્રી દરમિયાન તોફાની પવન વચ્ચે વિજ પુરવઠો ચાલુ રાખી બિપોરજોય વાવાઝોડા સામે ટક્કર લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તોફાની પવન વચ્ચે તા.૧૫/૧૬ જૂન રાત્રી દરમિયાન વિજપુરવઠો ચાલુ રાખી ખડેપગે રહ્યા તે બદલ PGVCL સ્ટાફની લોકોએ પ્રશંસા કરી હતી