
મોરબી એલસીબીએ ફિલ્મી ઢબે ગાડી ચલાવનાર વિજય ડાભીને ૭૦૮ બોટલ દારૂ ભરેલ બોલેરો કાર સાથે ઉપાડી લીધો બે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન
મોરબી જીલ્લા એલસીબીના સ્ટાફે મોડી રાત્રિના શંકાસ્પદ જણાતી બોલેરો કારને અટકાવવા પ્રયાસ કર્યો હતો ત્યારે વાહન ચાલકે બોલેરો મારી મુકી હતી જેથી એલસીબી પોલીસે તેનો પીછો કરીને વાહનને પકડયુ હતું ત્યારે સ્થળ ઉપરથી એક શખ્સ પકડાયો હતો અને બોલેરોની તલાસી લેવામાં આવતા બોલેરોમાંથી વિદેશી દારૂની કુલ મળીને ૭૦૮ બોટલ મળી આવી હતી જેથી દારૂનો જથ્થો, એક મોબાઈલ તથા બોલેરો મળીને હાલમાં કુલ રૂા.૧૧.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે
જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબીનો સ્ટાફ રાત્રિ દરમિયાન વોચમાં હતો.ત્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી અંડરપાસ પાસેથી શંકાસ્પદ બોલેરો કાર નીકળી હતી અને તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા તે બોલેરો કારના ચાલકે તેનું વાહન મારી મૂક્યું હતું જેથી પોલીસે પીછો કર્યો હતો અને આગળ હળવદ તરફ જતા નવા દેવડીયાના તળાવ પાસે વાહન પકડાયુ હતુ.બાદમાં બોલેરો કારની પોલીસ દ્વારા તલાસી લેવામાં આવતા તેના પાછળના ભાગેથી વિદેશી દારૂની કુલ ૭૦૮ બોટલો મળી આવી હતી.જેથી રૂા.૩,૨૩,૮૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ અને રૂા.આઠ લાખની કિંમતની બોલેરો કાર એમ કુલ મળીને રૂપિયા ૧૧,૨૮,૮૮૦ સાથે સ્થળ ઉપરથી વિજય વિનોદ ડાભી જાતે કોળી (ઉમર ૩૨) રહે.૧૦૦ ડી ધોળીધાર રેલ્વે કોલોની ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર મૂળ રહે.ચૂલી તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાળાને પકડવામાં આવ્યો હતો અને તેની સાથે બોલેરોમાં રહેલ વસંત કાનજી વાણીયા રહે.પીપળી તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર વાળો અંધારાનો લાભ લઈને ભાગી છુટ્યો હોય તેમજ પકડાયેલ વિજય ડાભીની પૂછપરછમાં માલ(દારૂ) મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ભાવેશ ઉર્ફે કાળીયો કિશોરભાઈએ મંગાવ્યો હોય હાલ વિજય ડાભી, વસંત વાણીયા અને ભાવેશ કિશોરભાઈ તથા તપાસમાં ખુલે તે તમામ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલમાં પોલીસે મહિન્દ્રા બોલેરો કાર નંબર જીજે ૧૩ એએકસ ૮૨૦, એક મોબાઈલ તેમજ દારૂનો જથ્થો કબ્જે લીધો છે.ઉપરોક્ત રેડ દરમિયાન આરોપી વિજય ડાભી સ્થળ ઉપરથી પકડાઈ ગયો હતો જ્યારે વસંત કાનજી વાણીયા ભાગી છૂટ્યો છે અને માલ મંગાવનાર ભાવેશ ઉર્ફે કાળીયો કિશોરભાઈનું નામ ખુલતા હવે તેની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે