
માળીયા મિંયાણાના છેવાડાના વવાણીયા ગામે ભર ઉનાળે બે મહિનાથી પીવાના પાણીના ફાફા હાઈસ્કુલમા એક નળીમા દર બીજા દિવસે આવતા પાણી માટે મહિલાઓની કતારોથી રોષ
વવાણીયા ગામના સંપમા પાણી નથી પહોચતુ પુરવઠા અધિકારીને વારંવાર રજુઆત કરી છે…રાજાભાઈ સરપંચ વવાણીયા
માળીયા મિંયાણા તાલુકાના છેવાડે આવેલ વવાણીયા ગામમા કોળીવાસ ભરવાડવાસ દલિતવાસ સહિતના વિસ્તારોમા છેલ્લા બે માસથી પાણી નહી આવતા મહિલાઓમા ખુબજ રોષ જોવા મળ્યો હતો ભર ઉનાળે પાણી માટે વલખા મારતી મહિલાઓ ધરેથી દુર આવેલી હાઈસ્કુલમા સાર્વજનિક નળીમાથી દર બીજા દિવસે આવતુ પાણી ભરવા મજબુર બની છે ત્યારે પશુપાલન ધરાવતા પરીવારોના ધરમા પીવાનુ અને પશુઓ માટે પીવાનુ પાણી માથે બેડા લઈને દુરના અંતર કાપી પાણી ભરવા જતા પાણી માટે આખો દિવસ વિતાવવો પડે છે ત્યારે ભર ઉનાળે પીવાના પાણીથી ત્રાહિમામ લતાવાસીઓમા ભારે કચવાટ જોવા મળી રહયો હતો એક નળીમા પચ્ચાસ મહિલાઓ પાણી ભરવા મજબુર થયા છે પાણીની વેદનામા આખો દિવસ રાંધવા કે જમવાનો ટાઈમ મળતો નહી હોવાથી વવાણીયા ગામની મહિલાઓમા ભારે રોષ ફેલાયો હતો
ત્યારે ગુજરાતના કેબીનેટ મંત્રી માળીયા મિંયાણા તાલુકાના પ્રવાસે આવતા વવાણીયા બોડકી દહિસરા ન્યુનવલખી સહિતના પંદર જેટલા ગામોમા ગ્રામજનો પાણી માટે વલખા મારતા હોવાની બુમ ઉઠતા પાણીની લાઈનમાથી પાણી ચોરી બંધ કરાવો અને પાણીની જરુરિયાત લાગે ત્યા ટેન્કર પહોચાડવા તેમજ પાણી ચોરી કરનારાઓ સામે ફરિયાદ નોંધાવવા પાણી પુરવઠા બોર્ડને આદેશ આપ્યો હતો હવે જોવાનુ રહયુ કે વવાણીયા ગામમા બે માસથી પીવાના પાણી માટે વલખા મારતી પ્રજાને પીવાનુ પાણી મળશે કે નહી તેવુ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યુ હતુ