મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રકમાંથી લોખંડના સળીયાની ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો ૩૨.૯૫ લાખનો મુદ્દામાલ કબજે આરોપીઓ નાસી છુટયા

મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રકમાંથી લોખંડના સળીયાની ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો ૩૨.૯૫ લાખનો મુદ્દામાલ કબજે આરોપીઓ નાસી છુટયા

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં લોખંડની ચોરી કરવામાં આવી રહી હતી અને ટ્રકમાંથી ગેરકાયદેસર લોખંડના સળિયા કાઢતા હતા ત્યારે મોરબી એલસીબીની ટીમે રેડ કરી પોલીસે કુલ ૩૨.૯૫ લીખનો મુદામાલ કબજે કરેલ છે જોકે આરોપીઓ પોલીસને જોઇને નાસી છુટયા હતા

જાણવા મળતી માહિતી મુજબ હળવદ-માળીયા હાઇ-વે પરથી પસાર થતા ટ્રકમાંથી લોખંડ ચોરી કરવામાં આવે છે તેવી હકકીત હતી જેથે મોરબી એલસીબીની ટીમે શનિવારે રેડ કરી હતી ત્યારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમ આવેલ ઇનોવિન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમાં અમુક શખ્સો ટ્રકમાંથી લોખંડના સળિયા ટ્રકના ડ્રાઈવરો સાથે સંપર્ક કરી ટ્રકમાંથી કાઢતા હતા જોકે એલસીબી ની ટીમ દ્વારા રેડ પાડતાની સાથે જ ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરી કરતા શખ્સો તેમજ ડ્રાઇવર ત્યાંથી અંધારા નો લાભ લઈને નાસી ગયા હતા જોકે એલસીબીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી ૪૧૭૯૦ કિલો લોખંડના સળિયા જેની કિંમત ૨૨,૯૫,૧૫૦ તેમજ ટ્રક નંબર જીજે ૧૨ બીવાય ૨૦૯૪ જેની કિંમત દસ લાખ આમ કુલ મળીને ૩૨,૯૫,૧૫૦ ના મુદ્દા માલને પોલીસે કબજે કર્યો છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શકપડતી મિલકત તરીકે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ ટ્રક ચોરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે તે દિશામાં પોલીસવાળા હવે તપાસ શરૂ કરવામાં આવશે આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ ઢોલ, ચંદુભાઈ કાણોતરા, ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર, તેજસભાઈ વિડજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here