મોરબી તાલુકા પોલીસ સી ટીમે વિખુટા પડેલ બાળકને ગણતરીના કલાકોમા માતા- પિતા સાથે મીલન કરાવ્યુ વાહ મોરબી પોલીસ વાહ

મોરબી તાલુકા પોલીસ સી ટીમે વિખુટા પડેલ બાળકને ગણતરીના કલાકોમા માતા- પિતા સાથે મીલન કરાવ્યુ વાહ મોરબી પોલીસ વાહ

મોરબીના જુના ઘૂટું રોડ પર સીરામીક કારખાનાની ઓરડીમાથી રમત રમતમાં બાળક પરિવારથી વિખૂટું પડ્યું હતું. જે બાદ શી ટીમને મળતા ગણતરીની કલાકોમાં તેના પરિવારને શોધીને માતા-પિતા સાથે તેનું પુન:મિલન કરાવવામાં આવ્યું હતું.

મોરબી તાલુકા પોલીસની સી ટીમના પોલીસકર્મીઓ નેહલબેન જે.ખડીયા, જયસુખભાઇ વસીયાણી, શૈલેષભાઇ પટેલ, લક્ષ્મણભાઇ ચાવડા અને ખમ્માબેન કાળુભાઇ પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન જુના જુના ઘુંટુ રોડ પર આવેલ સિમ્પોલો સીરામીક પાસેથી એક બાળક એકલું જોવામાં આવતા શી ટીમ તેની પાસે પહોચી હતી.પોલીસે તેની કુનેહ પૂર્વક પૂછપરછ કરતાં તેનું નામ શિવો હોવાનું ખૂલ્યું હતું. અને તેના માતા-પિતાનું નામ રવીભાઇ તથા પૂજાબેન હોવાનું સામે આવ્યું હતું. જેથી બાળકને મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લાવી તેના ફોટો પાડી મોરબી સીરામીક એસોસીએશનના અલગ અલગ ગ્રુપમા મોકલવામાં આવ્યું હતું જેમાં બાળકના માતા-પિતાની શોધખોળ કરતા મોરબી તાલુકાની રંગપર ગામની સીમમા આવેલ પાર્કોસ સીરામીકમા બાળકના માતા મળી આવતા હતા.

જેથી તેમની માતાને મોરબી તાલુકા પોલીસ મથકમાં લાવી માતાનુ નામ પુછતા પૂજાબેન રવીભાઇ મુરમુર હોવાનું ખૂલ્યું હતું. અને તેઓ મૂળ ઓરીસ્સાના બાલેશ્વર જિલ્લાના વતની તથા હાલ રંગપર ગામની સીમમાં આવેલા પાર્કોસ સીરામીકની ઓરડીમા રહેતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં બાળકનું સાચું નામ સુકુલ રવીભાઇ મુરમુર હોવાનુ અને તેની ઉંમર ૬ વર્ષ હોવાનુ ખૂલ્યું હતું. માતા પૂજાબેને શી ટીમને જણાવ્યુ હતું કે,ગઇકાલ તા.૨૪ના સવારના કલાક ૧૧/૩૦ વાગ્યાની આસપાસ સુકુલ પોતાની કારખાનાની ઓરડીમાથી રમત રમતમાં કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયેલ અને બાદ તેના માતા-પિતા અને સગા સંબંધી તેમની રીતે શોધખોળ કરી હતી. આમ બાળક હેમખેમ મળી જતા તેમના માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસની શી ટીમના પોલીસકર્મીઓ પી.એ.દેકાવાડીયા, નેહલબેન જે.ખડીયા, જયસુખભાઇ વસીયાણી, શૈલેષભાઇ પટેલ, લક્ષ્મણભાઇ ચાવડા, ખમ્માબેન કાળુભાઇ જોડાયેલા હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here