
મોરબી ટ્રાફિક શાખાના નિડર નિપક્ષ કર્તવ્યનિષ્ઠ એ.એસ.આઈ વનરાજસિંહ અગરસિંહ ઝાલા વય મર્યાદામાં નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો
મોરબી એસ.પી. કચેરીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા ફુલહાર કરી ગિફટ આપી હસ્તા મુખે વિદાય આપી અભિનંદન પાઠવ્યા હતા
મોરબી ટ્રાફિક પોલીસ શાખામા નિપક્ષ નિડર અને કર્તવ્યનિષ્ઠ એએસઆઈ તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ અગરસિંહ ઝાલા મુળ કીડીના વતની વય મર્યાદા પુર્ણ થતા ભ્વ્ય વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહમા ટ્રાફિક શાખાના પી.આઈ લાગરીયા પીએસઆઈ ઠકકર તેમજ ટ્રાફિક શાખામા ફરજ બજાવતા એએસઆઈ જીલુભાઈ ગોગરા-દેવાયતભાઈ ગોહેલ- જીગનેશભાઈ મિયાત્રા-અમિતભાઈ પટેલ- રાજવીરસિંહ- મનુભાઈ આહીર- રસીકભાઈ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાન ફારુકભાઈ સંધી સહિતનાઓએ વનરાજસિંહ ઝાલાને ફુલહાર કરી ગીફટ આપી અભિનંદન પાઠવ્યા હતા
પોલીસ એટલે પ્રજાના રક્ષક તરીકે કાયદો વ્યવસ્થાની જાળવી રાખવાની સાથે અસામાજિક પ્રવૃત્તિઓ સહિત ફરજના ભાગે તહેવારો નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોમાં શાંતિ સમિતિ અને તહેવારોના ઉત્સવમાં બંદોબસ્ત સાથે ટ્રાફિક સમસ્યા હલ કરી તહેવારોનો ઉત્સવ મા કોમી એકતાના રંગ આપતી સેવા એટલે પોલીસ સેવા છે જે ફરજ ના ભાગે રાતને દિવસ વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિને ધ્યાન રાખી સતત પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખનાર એવા પોલીસ તંત્ર ફરજ કાળ દરમિયાન જીવના જોખમે કુદરતી આપત્તિ જનક ઘટનામાં પણ પ્રજાની રક્ષા કરે એ જ પોલીસ એવા જાબાજ નીડર પોલીસ અધિકારી એટલે વનરાજસિંહ ઝાલા જેવો શરમ રાખ્યા વગર ટ્રાફિક ભંગ કરનારને કાયદાનો પાઠ પઢાવી આવી ઓળખ ઊભી કરી છે તેવા જાબાજ નીડર પોલીસ અધિકારી વનરાજસિંહ ઝાલા એ વહી મર્યાદા અંતર્ગત નિવૃત્તિ પામતા પોલીસ ટીમમાં વિદાય સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં